1. Home
  2. revoinews
  3. ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાત વધી
ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાત વધી

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાત વધી

0
  • 129 જવાનો થયા પાસઆઉટ
  • 19 યુવતીઓનો પણ સમાવેશ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને તણાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય એરફોર્સની તાકાતમાં વદારો થયો છે. 123 જવાન પાસઆઉટ થયાં છે અને તેઓ દેશની સેવામાં જોડાશે. પાસઆઉટ થયેલા જવાનોમાં 19 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. હૈદરાબાદમાં એરફોર્સ કેડર્સની ગ્રેજ્યુએશન પરેટ યોજાઈ હતી.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં પાકિસ્તાની આર્મીએ ભારતીય જવાનો ઉપર હિંસક હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયાં છે. બીજી તરફ ભારત અને ચીનના સંબંધો પણ વધારે તંગ બન્યાં છે. દરમિયાન ભારતની લશ્કરી તાકાદમાં વધારો થયો છે. હૈદરાબાદમાં એરફોર્સના કેડર્સની ગ્રેજ્યુએશન પરેડ યોજાઈ હતી. જેમાં 123 જવાનો ટ્રેનીંગ બાદ પાસઆઉટ થયાં છે. તેમજ આ જવાનો વાયુસેનાના ફાઈટર પ્લેન ઉડાડવા માટે તૈયાર થયાં છે. ગ્રેજ્યુએશન પરેડમાં જવાનોએ આકાશમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.

મહત્વનું છે કે, તાજેતરમાં જ ભારતીય આર્મીની દહેરાદુનમાં ગ્રેજ્યુએશન પરેડ યોજાઈ હતી. જેમાં 300થી વધારે જવાનો પાસઆઉટ થયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.