1. Home
  2. revoinews
  3. ખંભાળિયામાં ધોધમાર વરસાદઃ 12 કલાકમાં 12 ઈંચ વરસ્યો વરસાદ
ખંભાળિયામાં ધોધમાર વરસાદઃ 12 કલાકમાં 12 ઈંચ વરસ્યો વરસાદ

ખંભાળિયામાં ધોધમાર વરસાદઃ 12 કલાકમાં 12 ઈંચ વરસ્યો વરસાદ

0
  • દેવભૂમિ દ્વારકા-જામનગરમાં 100 ટકા વરસાદ
  • સૌરાષ્ટ્રના 12 ડેમ 100 ટકા ભરાયાં
  • 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જેના કારણે જનજીવનને પણ અસર પડી છે. રાજ્યમાં 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે અને બે કાંઠે વહેતી થઈ છે. બંને જિલ્લાના જળાશયોમાં નવા પાણીની આવક થતા આગામી વર્ષે પાણીની સમસ્યાનો લોકોએ સામનો નહીં કરવો પડે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનમાં સરેરાશ મોસમનો 25.60 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 51.39 ટકા વરસાદ કચ્છમાં પડયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થતા 12 ડેમ 100 ટકા ભરાયા છે અને 25 ડેમો હાઇ એલર્ટ પર છે.

ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કલ્યાણપૂરમાં 10 ઈંચ, ભાણવડ અને માંડવીમાં 8-8 ઈંચ, જામજોધપુરમાં 7 ઈંચ, માણાવદર અને દ્વારકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં અત્યાર સુધીમાં સૌથી વધારે 39.76 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી 6.49 ઈંચ વરસાદ પડયો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે 10થી 13 જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.