Site icon hindi.revoi.in

એમપીના ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન નૌકા પલટી મારતા 12ના મોત

Social Share

ગુરુવારના રોજ દેશભરમાં બપ્પાના વિસર્જનનો માહોલ જામ્યો હતો,લોકો સંગીતના તાલ સાથે ઉત્સાહ મનાવી રહ્યા હતા અને ઢોલ નગારાના તાલે ગણેશજીનું વિસર્જન કર્યું હતું જો કે મધ્યપ્રદેશના ભોપાલમાં  આ ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવાયો હતો,ગણપતિ વિસર્જન કરતા વખતે 12 લોકોએ પોતાના જીવનું પણ વિસર્જન કર્યું છે.

મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી ઘટના બનવા પામી છે. રાજધાની ભોપાલમાં વિસર્જન દરમિયાન એક બોટ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કુલ 12 લોકોનાં મોત થયા છે તો પાંચ લોકોનો બાદ  બચાવ થયો હતો.ત્યારે હજુ બે લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલુ છે. ભોપાલના જાણીતા નાના તળાવ ખાટલાપુરા ઘાટ પર આ ઘટના બનાવા પામી હતી.

ભોપાલની બનેલી  ઘટના પછી રાજ્યના મુખ્ય મંત્રી કમલનાથે આ ઘટનાને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે, તે ઉપરાંત આ મામલે બેદરકારી દાખવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ કેહવમાં આવ્યું છે. આ ઘટના સવારે 4:30 વાગ્યે આસપાસ ખાટલાપુરા ઘાટ નજીક બની હતી. રાજ્યના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મૂર્તિને વિસર્જન કરવા માટે જે નાવડી તળાવમાં ઉતારવામાં આવી હતી, તે નાવડી ખૂબ નાની હતી જ્યારે મૂર્તિ ખૂબ મોટી હતી.જ્યારે મૂર્તિને પાણીમાં પધરાવતા હતા તે જ સમય દરમિયાન નાવડી પણ સાથે સાથે પલટી મારી હતી, આ બોટમાં સવાર ભક્તો મૂર્તિની નીચે આવી ગયા હતાં.અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહને તળાવમાંથી કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ શરુ છે.

આ ઘટનાની જાણ થતાં જ એસ.ડી.આર.એફ.ની ટીમ સાથે સ્થાનિક વહીવટી તંત્ર પણ લોકોને બચાવવામાં મદદે આવ્યું હતુ.મૃત્યુ પામેલા લોકો પીપલાનીના 1100 કવાર્ટરના રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી આવ્યું હતુ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.જો કે આ ઘટના અંગે તપાસ કરવામાં આવશે.

Exit mobile version