Site icon Revoi.in

કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસમાં ચુકાદા પહેલા દુમકા સામુહિક બળાત્કાર કાંડના 11 દોષિતોને આજીવન કેદની સજા

Social Share

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને મર્ડર કેસમાં ચુકાદો આવતા પહેલા ઝારખંડની દુમકા કોર્ટે બે વર્ષ જૂના એક ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓ પર 20-20 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. દુમકાની દ્વિતિય અપર જિલ્લા અને સેશન કોર્ટના ન્યાયાધીશ પવન કુમારે સજા સંભળાવતા પહેલા પોતાની ટીપ્પણીમાં કહ્યુ છે કે ઘટના નિંદનીય છે. આવા કૃત્યમાં અપરાધીઓને કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહીં.

ઝારખંડની ઉપરાજધાની દુમકાની દ્વિતિય અપર જિલ્લા અને સેશન ન્યાયાધીશ પવન કુમારની અદાલતે દુમકાના દિગ્ધીમાં રિંગ રોડની પાસે બે વર્ષ પહેલાના ગેંગરેપ કેસમાં સોમવારે આ ચુકાદો આપ્યો અને આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે અન્ય ધારાઓમાં પણ દંડ નક્કી કર્યો છે. કહેવામાં આવ્યું છે કે આરોપીઓ સાથે 2.97 લાખ રૂપિયાનો દંડ વસૂલીને પીડિતાને આપવામાં આવે.

સામુહિક બળાત્કારની આ ઘટના 6 સપ્ટેમ્બર-2017ના રોજ મોડી સાંજે શ્રીઅમડા મોડથી ગ્રામ દિગ્ધી જતી સડકથી કેટલાક અંતર પર એવાલ એક સુમસાન મેદાનમાં થઈ હતી. 19 વર્ષીય યુવતી પોતાના બોયફ્રેન્ડની સાથે ફરવા માટે ગઈ હતી અને સાંજે લગભગ સાત વાગ્યે તે પાછી ફરી રહી હતી. તે વખતે બંનેને ચાર-પાંચ યુવકોએ ઘેરી લીધા હતા. ચાર હજાર રૂપિયા અને મોબાઈલ માંગ્યા. કહેવામાં આવ્યું છે કે તે લોકો ખોટું કામ કરવા માટે આવ્યા છે. પીડિતા અને તેના મિત્ર સાથે ખૂબ મારપીટ પણ કરવામાં આવી હતી.

યુવકોએ પહેલા ફોન કરીને પોતાના સાથીદારોને બોલાવ્યા. ફોન કર્યા બાદ સ્કૂટીથી બે-ત્રણ યુવકો ત્યાં પહોંચ્યા. પગપાળા અને બાઈકથી 10થી 12 અન્ય યુવકો પણ આવ્યા હતા. તમામે પીડિતા અને તેમના મિત્રને ઘેરી લીધા. એક-એક કરીને તમામ યુવકોએ યુવતી સાથે બળાત્કાર કર્યો હતો.

પીડિતાના નિવેદન પર દુમકા મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં કલમ- 323, 341, 342, 387, 376-ડી, 50, 506, 201/34 હેઠળ એફઆઈઆર( ક્રમાંક – 97/17) દાખલ કરવામાં આવી હતી. આઠમી સપ્ટેમ્બર-2017ના રોજ પોલીસે 16 આરોપીઓને એરેસ્ટ કરીને જેલમાં મોકલ્યા હતા. 16માંથી 11 આરોપીઓનો મામલો સ્પીડી ટ્રાયલ હેઠળ દ્વિતિય અપર જિલ્લા અને સેશન ન્યાયાધીશની કોર્ટમાં ચાલી હતી. પાંચ આરોપીઓનો મામલો જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં ચલાવવામાં આવ્યો હતો.

તત્કાલિન એસપીએ ઘટનાની તપાસ અને તાત્કાલિક કાર્યવાહી માટે એક પોલીસ ટીમની રચના કરી હતી. ટીમમાં તત્કાલિન ડીએસપી-મુખ્યમથક અશોકકુમાર સિંહ, પોલીસ સ્ટેશનના પ્રભારી મુફસ્સિલ વિનય સિંહા, નગર પોલીસ સ્ટેશન પ્રભારી ઈન્સ્પેક્ટર મનોજ ઠાકુરને રાખવામાં આવ્યા હતા. ગેંગરેપની ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. જ્યારે આ કેસમાં અનુસંધાનકર્તા દુમકા નગર પોલીસ સ્ટેશન પ્રભારી ઈન્સ્પેક્ટર મનોજ ઠાકુરને બનાવવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળ પરથી એક સ્કૂટી, પીડિતાના કપડા, હેરપિન, ચાકુ અને પુરાવાની દ્રષ્ટિએ ઘણો અન્ય સામાન જપ્ત કર્યો હતો. આ કેસમાં પુરાવા એકઠા કરવા માટે ફોરેન્સિક વિશેષજ્ઞોની પણ મદદ લીધી હતી.

આજીવન કેદની સજા પામેલા દોષિતો

જોન મુર્મૂ (ગુહિયાજોરી)

અલવિનુસ હેમ્બ્રમ (કોદોખિંચા)

જયપ્રકાશ હેમ્બ્રમ (કોદોખિંચા)

સુભાષ હાંસદા (કોદોખિંચા)

સુરજ સોરેન (કોદોખિંચા)

માર્શેલ મુર્મૂ (ગુહિયાજોરી)

દાનિયલ કિસ્કૂ, (તારાજોડા ગામ)

સુમન સોરેન (બાગડુબી)

અનિલ રાણા (ચાંદોપાની)

શૈલેન્દ્ર મરાંડી (કોદોખિંચા)

સદ્દામ અંસારી (તેલિયાચક)