Site icon hindi.revoi.in

શું ચિદમ્બરમ જેવા શરદ પવારના પણ થશે હાલ? 1000 કરોડ રૂપિયાના ગોટાળામાં FIR નોંધવાના આદેશ

Social Share

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને તેમના ભત્રીજા તથા એનસીપીના નેતા અજીત પવાર અને 70થી વધારે અન્ય લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક ગોટાળાના મામલામાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ લોકોનીવિરુદ્ધ મામલામાં પ્રથમ દ્રષ્ટિએ વિશ્વસનીય પુરાવા છે.

ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ એસ. કે. શિંદેએ ઈઓડબ્લ્યૂને આગામી પાંચ દિવસની અંદર એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો છે. તો ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર સિવાય મામલાના અન્ય આરોપીઓમાં એનસીપીના નેતા જયંત પાટિલ અને રાજ્યના 34 જિલ્લાના વિભિન્ન વરિષ્ઠ સહકારી બેંક અધિકારી સામેલ છે.

આરોપીઓની મિલીભગતથી 2007થી 2011ની વચ્ચે એમએસસીબીના કથિતપણે લગભગ 1000 કરોડ રૂપિયાના નુકસાન થવાનો આરોપ છે.

નાબાર્ડે આનું નિરીક્ષણ કર્યું અને અર્ધન્યાયિક તપાસ પંચે મહારાષ્ટ્ર સહકારી સોસાયટી અધિનિયમ હેઠળ એક ચાર્જશીટ પણ દાખલ કરી છે. ચાર્જશીટમાં પવાર તથા બેંકના ઘણાં નિદેશકો સહીત અન્ય આરોપીઓને નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આમા કહેવામાં આવ્યું હતું કે તેમના નિર્ણયો, કાર્યવાહીઓ અને નિષ્ક્રિયતાથી બેંકોને નુકસાન થયું. નાબાર્ડના ઓડિટ રિપોર્ટમાં ચીની ફેક્ટરીઓ તથા મિલોના ઋણ વિતરણ કરવા,ઋણના પુનર્ભુગતાનમાં અને આવા ઋણણી વસૂલીમાં આરોપીઓ દ્વારા ઘણા બેંક કાયદાઓ અને આરબીઆઈના દિશાનિર્દેશોના ઉલ્લંઘન કરવાની વાત સામે આવી છે.

ત્યારે પવાર બેંકના નિદેશક હતા. નિરીક્ષણ રિપોર્ટ પ્રમાણે મામલામાં કોઈ એફઆઈઆર કરવામાં આવી નથી. સ્થાનિક કાર્યકર્તા સુરિન્દર અરોડાએ 2015માં આ મામલાને લઈને ઈઓડબલ્યૂમાં એક ફરિયાદ દાખલ કરાવી અને એક એફઆઈઆર કરવાની માગણીને લઈને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુરુવારે હાઈકોર્ટે ક્હ્યું હતું કે નાબાર્ડનો રિપોર્ટ, ફરિયાદ અને એમસીએસ કાયદા હેઠળ દાખલ ચાર્જશીટ પ્રથમ દ્રષ્ટિએ જણાવે છે કે આ મામલામાં આરોપીઓની વિરુદ્ધ વિશ્વસનીય પુરાવા છે.

Exit mobile version