Site icon hindi.revoi.in

આસામ: મસ્જિદના કારણે હાઈવે કન્સ્ટ્રક્શનમાં આવી અડચણ, આ રીતે તોડ્યા વગર કરી દીધી શિફ્ટ

Social Share

આસામમાં એક ઐતિહાસિક મસ્જિદ હાઇવે બનાવવા માટેના રસ્તામાં આવી રહી હતી. આ કારણે મસ્જિદને ટ્રાન્સપોર્ટ દ્વારા બીજી જગ્યાએ સ્થાપિત કરી દેવામાં આવી છે. શ્રમિકોની મદદથી 100 વર્ષ જૂની 2 માળની આ ઐતિહાસિક મસ્જિદની દીવાલોને અલગ-અલગ હિસ્સાઓમાં વહેંચીને નૌગાંવના પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મસ્જિદને શિફ્ટ કરવામાં જોડાયેલા એન્જિનિયર ગુરદીપસિંહે જણાવ્યું કે, ‘NH-37માં આવેલી આ મસ્જિદને સુરક્ષિત રીતે નૌગાંવથી પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે, કારણકે એનએચ-37ને ફોરલેન હાઇવેમાં ફેરવવામાં આવી રહ્યો છે. મંદિરને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ 15થી 20 દિવસની અંદર પૂરું થઈ જશે.’

ગુરદીપસિંહે જણાવ્યું કે, ‘મસ્જિદને તોડ્યા વગર હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા તેની મિનારના શિફ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. મસ્જિદને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનું કામ હરિયાણામાં સ્થિત કંપની આરઆર એન્ડ સન્સ પાસેથી મંગાવવામાં આવેલા હાઇડ્રોલિક સિસ્ટમને કારણે સંભવી શક્યું છે. મસ્જિદને શિફ્ટ કરવાના કામમાં લગભગ 100થી પણ વધુ લોકો કામ કરી રહ્યા છે, જે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ કામ બે તબક્કામાં પૂરું કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ લગભગ 50 ટકા પૂરું કરી લેવામાં આવ્યું છે. મસ્જિદના શિફ્ટિંગમાં લાગેલા એક અધિકારીએ જણાવ્યું કે, ‘નેશનલ હાઇવેના કન્સ્ટ્રક્શનના કામમાં મસ્જિદના કારણે મુશ્કેલીઓ આવી રહી હતી, જેના કારણે એડમિનિસ્ટ્રેશન પાસેથી પરવાનગી લઈને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.’

મસ્જિદને શિફ્ટ કરતા પહેલા મુસ્લિમ સમુદાય સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે પછી સ્થાનિક લોકોની સંમતિ સાથે તેને શિફ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. 100 વર્ષ જૂની આ મસ્જિદ 1950માં આવેલા ભૂકંપ દરમિયાન પણ જરાય ચસકી ન હતી.

Exit mobile version