વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની જોડી ભૂતકાળમાં ભાજપના અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની યાદ અપનાવનારી છે. અટલ-અડવાણીએ ભાજપનો પાયો નાખ્યો અને તેને મજબૂત કર્યો, તો મોદી-શાહે ભાજપના મજબૂત પાયા પર પાર્ટીની સફળતાની મોટી ઈમારત બનાવવી. 2014 અને 2019માં ભાજપને બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો તેમા આ બંને નેતાઓની મોટી ભૂમિકા છે.
2014ની ચૂંટણીમાં પીએમ મોદી મુખ્ય ચહેરો હતા અને નેપથ્યમાં અમિત શાહે યુપી ખાતે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જ્યારે 2019માં પીએમ મોદી મુખ્ય ચહેરો તો હતા, પરંતુ તેમની સાથે ખભેખભો મિલાવીને અમિત શાહે પણ ભાજપના પાર્ટી સંગઠનને મજબૂત કરીને તેને સફળતાના શિખરે પહોંચાડવાનું કામ કર્યું હતું.
આમ તો પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાત માટે નવી નથી. પરંતુ ગુજરાત જેવી જ જુગલબંધી બંને નેતાઓએ રાષ્ટ્રીય સ્તરે પણ જમાવી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં બંને નેતાઓના દશ મહત્વપૂર્ણ નિર્ણયોએ પરિણામની દિશા અને ચૂંટણીની તસવીરને બદલીને કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોને મ્હાત આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઉપરના હુમલાને પોતાનું હથિયાર બનાવવાનો કસબ જાણે છે. ગત ચૂંટણીમાં ચ્હાવાળાને હથિયાર બનાવ્યું અને આ ચૂંટણીમાં ચોકીદાર ચોર હૈના દુષ્પ્રચારને મૈં ભી ચોકીદાર કેમ્પનથી લોકો સુધી પહોંચાડીને આને મુદ્દો બનાવ્યો.
2014માં સત્તામાં આવ્યા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સેનાપતિ અમિત શાહે ક્યારેય આરામ કર્યો નથી. અમિત શાહને એ વાતનો અંદાજ હતો કે ભાજપની 282 બેઠકોને બચાવવી મુશ્કેલ છે. પરંતુ નવા રાજ્યો જોડીને આને વધારી પણ શકાય છે. માટે તેમણે એવા વિસ્તારોને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું કે જ્યે 2014માં ભાજપ ઘણું નબળું હતું.
સૌથી પહેલા અમિત શાહે ઉત્તર ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આસામ અને ત્રિપુરામાં ભાજપની સરકારો બની, બાદમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું.
લોકસભા ચૂંઠણી પેલા અમિત શાહે પોતાના વિરોધીઓને મનાવી લીધા. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે લાંબો સમયની કડવાશ ભૂલીને શિવસેનાએ એકસાથે ચૂંટણી લડીને સારું પરિણામ મેળવવામાં સફળતા મેળવી.
બિહારમાં ગઠબંધન ધર્મ નિભાવવા માટે ભાજપે 2014માં જીતવામાં આવેલી 22 બેઠકોના સ્થાને માત્ર 17 બેઠકો પર ચૂંટણી લડવા પર સંમતિ આપી હતી. ગઠબંધન ધર્મ નિભાવવા માટે જ પાર્ટીએ ગિરિરાજ સિંહ જેવા દિગ્ગજ નેતાની બેઠક પણ સાથીપક્ષને આપી દીધી. તેનો વિરોધ પણ થયો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. યુપીમાં આ ચૂંટણીમાં તેમણે પાર્ટીના ઘણાં કદ્દાવર નેતાઓ સહીત લગભગ એક તૃતિયાંશ સાંસદોની ટિકિટ કાપી હતી. તેની સાથે રામશંકર કઠેરિયા અને વિરેન્દ્રસિંહ મસ્ત જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પણ બદલી હતી. ટિકિટ કાપવાનો પહેલો પ્રયોગ અમિત શાહે દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કર્યો હતો અને તે સંપૂર્ણપણે સફળ રહ્યો હતો.
જાતીય વોટ ગણિતની લડાઈ કેવી રીતે લડવામાં આવે છે, તે એક વ્યૂહરચનાકાર તરીકે અમિત શાહથી સારું કોઈ જાણતું નથી અને તેનો સૌથી સારો પ્રયોગ તેમણે યુપીમાં સુહેલદેવ ભારતીય સમજા પાર્ટી અને તેના નેતા ઓમપ્રકાશ રાજભર સાથે કર્યો હતો. ભાજપે રાજભરના મામલામાં આખરી સમય સુધી પત્તા ખોલ્યા નહીં. ત્યાં સુધી કે તેમના સતત વિરોધ છતાં રાજભરના પુત્ર સહીત પાર્ટીના ઘણાં નેતાઓને રાજ્યપ્રધાન પદનો દરજ્જો આપ્યો. જેથી ઓમપ્રકાશ રાજભર એકલા પડી જાય અને થયું પણ એવું જ. પાર્ટીએ તેમને બેઠક આપવાનો ઈન્કાર એવા સમયે કર્યો કે જ્યારે તમામ ગઠબંધન થઈ ચુક્યા હતા. એટલે કે રાજભર પાસે ભાજપ સાથે ભાજપની શરતો પર રહેવાનો અથવા એકલા હાથે ચૂંટણી લડવાનો જ માર્ગ બચ્યો હતો.
વિરોધી પણ અમિત શાહની ચૂંટણી લડવાની રણનીતિના કાયલ છે. ચૂંટણી દરમિયાન એ સ્પષ્ટપણે દેખાયું. યુપીના પશ્ચિમ ક્ષેત્રમાં ભાજપ ગઠબંધન બાદ ધ્રુવીકરણથી બચવા માંગતુ હતું. કોમવાદી ભાષણો પર ત્યાં સુધી રોક લગાવવામાં આવી, જ્યાં સુધી બીએસપી અને કોંગ્રેસ મુસ્લિમ વોટો માટે આમને-સામને આવી ગયા નહીં.
રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન તેજ થવા સુધી રાહ જોઈ અને જ્યારે કોંગ્રેસની રાજ્ય સરકારે તેને સંભાળી શકી નહીં, તો મોટા ગુર્જર નેતા કરોડીસિંહ બૈંસલા અને હનુમાન બેનીવાલને પોતાની તરફ કરી લીધા.
મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહ જ્યારે નર્મદા યાત્રાને રાજ્યમાં કોંગ્રેસની વાપસીનું શ્રેય આપી રહ્યા હતા અને સોફ્ટ હિંદુત્વના સહારે ભોપાલથી ચૂંટણી લડવા ચાહતા હતા, તો ભાજપે સાધ્વી પ્રજ્ઞા જેવા ચહેરા પર પણ દાંવ લગાવીને ચૂંટણીને નવી ધાર આપી હતી.