Site icon hindi.revoi.in

‘આયુષ્યમાન ભારત યોજના’ને પુરુ થયું 1 વર્ષ – અત્યાર સુધી 47 લાખ લોકોએ કરાવ્યો મફ્ત ઈલાજ

Social Share

આયુષ્યમાન ભારત યોજના- 25 સપ્ટેમ્બર 2019 સુધી આયુષ્યમાન યોજના હેઠળ 45 લાખ 33 હજાર 682 લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે,સાથે 10,45,85,246 E-CARDS પણ વહેચવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત-પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનએ રવિવારના રોજ 2 વર્ષનો સમયગાળો પુરો કર્યો છે,આ યોજના હેઠળ 47 લાખ લોકોએ હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યો છે,જેના માટે 7,500 કરોડ રુપિયાનો સરકાર તરફથી ખર્ચ કરવામાં આવ્યો છે,રાષ્ટ્રીય આરોગ્ય સત્તાએ એક નિવેદનમાં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,પ્રથમ વર્ષમાં 46.40 લાખ લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે જેમાં સરકારને કુલ 7500 કરોડનો ખર્ચ આવ્યો હતો આ યોજના હેઠળ પ્રત્યેક એક મિનિટમાં 9 દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2018ના રોજ કરાંચીમાંથી આ યોજનાની  શરુઆત કરી હતી.આયુષ્યમાન ભારત યોજનાની વેબ સાઈટ પર આ  જાણકારી આપવામાં આવી છે,તે ઉપરાંત10,45,85,246  ઈ-કાર્ડ પણ આપવામાં આવ્યા છે,આ યોજનામાં અત્યાર સુધી 18,092 હોસ્પિટલોને જોડવામાં આવી છે.

કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજના વિશે પુરેપુરી જાણકારી આપવા માટે ,યુષ્યમાન ભારત યોજના માટે ઓનલાઈન નોંધણી વેબસાઈટ બનાવી છે. આ વેબસાઇટ પર તમે યોજના સંબંધિત વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકો છો, જેમાં લાભકર્તાની વિગતો, તમારું નામ આયુષ્માન ભારત યોજના લાભકર્તાની સૂચિ વગેરેનો પણ લાભ  તમે આ mera.pmjay.gov.in સાઇટ પર જઈને લઈ શકો છો.

આયુષ્યમાન ભારત યોજનાના લાભો

દરેક યોગ્ય લાભાર્થીઓને 5 લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે

દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાના પહેલાથી લઈ છે રજા મળ્યા સુધીના તમામ ખર્ચ  આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવે છે.

 યોજના અંતર્ગત 15 હજાર 291 હોસ્પિટલ જોડાયેલી છે,એટલે આ હોસ્પિટલોમાં તમે આ લાભ મેળવી શકો છો

 આ યોજના હેઠળ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધાને પણ વધારવામાં આવશે

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી ટીબીના દર્દીઓને જરુરી ચીજ-વસ્તુ માટે 600 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ કોઈ પણ સરકારી અને ખાનગી હોસ્પિટલ બન્નેમાં આ સુવિધાઓનો લાભ મળી શકે છે.

Exit mobile version