- હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ માટે SOP જાહેર કરાયું
- હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પેક કરેલું ભોજન પીરસી શકાશે
- માસ્ક પહેરવાનો ઇન્કાર કરનારાને નો-ફ્લાઇટ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે
માર્ચ મહિનામાં દેશમાં કોરોના સંક્રમણની શરૂઆત બાદ લાગૂ કરાયેલા લોકડાઉનને પગલે 22 માર્ચથી ફ્લાઇટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે બાદમાં 25 મેથી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી. હવે ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. નવા નિયમો મુજબ વિવિધ એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન પહેલાની જેમ પેક કરેલું ભોજન પીરસી શકશે. તે ઉપરાંત જો કોઇ યાત્રી મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરશે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાઇટ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે.
Directorate General of Civil Aviation asks airlines to put on 'no-fly list' those passengers who do not wear masks during flight and violate #COVID19 SOPs. pic.twitter.com/aAol8Nd2ys
— ANI (@ANI) August 28, 2020
SOP અનુસાર, ભોજન પીરસવા માટે સ્વચ્છ, ડિસ્પોઝેબલ ટ્રે, પ્લેટ કે કટલરીનો ઉપયોગ કરવામાં આવશે. ક્રૂ મેમ્બર્સે પ્રત્યેક મીલ કે બેવરેજને પીરસતા પહેલા નવા ગ્લોવ્ઝ પહેરવા પડશે જેથી સાફ સફાઇનું યોગ્ય રીતે પાલન થઇ શકે. આ સેવાઓ શરૂ કરતા પહેલા યાત્રીઓને સૂચિત કરવામાં આવશે.
Ministry of Civil Aviation permits airlines to serve pre-packed snacks, meals and beverages on domestic flights and hot meals and limited beverages on international flights pic.twitter.com/UBqB8NLd1d
— ANI (@ANI) August 28, 2020
ફ્લાઇટ્સમાં ભોજનની મંજૂરી ઉપરાંત ઇન ફ્લાઇટ મનોરંજનને પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે યાત્રીઓની સુરક્ષા માટે ડિસ્પોઝેબલ ઇયરફોનનો ઉપયોગ થાય કે યાત્રીઓને સ્વચ્છ અને કિટાણુરહિત ઇયરફોન આપવામાં આવે તે એરલાઇન્સને સુનિશ્વિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
તે ઉપરાંત એરલાઇન્સ કંપનીઓએ ભોજન અને બેવરેજ પીરસવા માટે ડિસ્પોઝેબલ પ્લેટ, કટલરી અને સેટ અપ પ્લેટનો ઉપયોગ કરવો પડશે. જેને ફરી ઉપયોગમાં લેવામાં નહીં આવે. ડિસ્પોઝેબલ ગ્લાસ, બોટલ, કેન અને કન્ટેનરમાં જ ચા, કોફી અને અન્ય વસ્તુ પીરસવામાં આવશે.
ફ્લાઇટ્સ દરમિયાન કે બાદમાં યાત્રીઓની સુરક્ષા ના જોખમાય તે માટે એરલાઇન્સે દરેક ઉડાન બાદ તમામ ટચપોઇન્ટ્સને સ્વચ્છ અને કિટાણુરહિત કરવા પડશે તેવું SOPમાં કહેવામાં આવ્યું છે.
(સંકેત)