Site icon hindi.revoi.in

હરિયાણા ચૂંટણીમાં ટિકિટ બાબતે કોંગ્રેસમાં અંદરો અંદર બબાલ, અશોક તંવર બોલ્યા-‘5 કરોડમાં વેચાઈ સોહના સીટ’

Social Share

હરિયાણામાં ટિકિટ વેચવાના મામલે કોંગ્રેસ પક્ષમાં હંગામો થી રહ્યો છે,કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવર બુધવારે દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલય સામે પોતાના સમર્થકો સાથે ધરણા પર બેઠા હતા. અશોક તંવરે પોતાના જ પક્ષના નેતાઓ પર ટિકિટ વિતરણમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે.

હરિયાણા કોંગ્રેસની અંદર ચાલી રહેલી અંદરોઅંદરની લડાઈ હવે બહાર આવીને મોટુ રુપ ઘારણ કર્યું છે,કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષના ઘર સુધી આ મામલો પહોંચ્યો હતો,હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક તંવર બુધવાર બપોરે 3 વાગ્યે નવી દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા. એટલું જ નહીં, તેમણે હરિયાણાની સોહના વિધાનસભા બેઠકની સીટ 5 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો.

તંવર રાજ્યમાં થયેલા ટિકિટના વિતરણને લઈને ખુબ જ નારાજ છે,તેમણે કહ્યું કે,વિતેલા પાંચ વર્ષોમાં જેમણે પાર્ટી માટે કામ કર્યું તેઓને ટિકિટ વિતરણના સમયે નજર અંદાજ કરવામાં આવ્યા હતા,જેમણે પાર્ટીના વિરોધમાં કામ કર્યું તેમને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભુપિંદર સિંહ હૂડ્ડા દ્વારા પાર્ટીમાં ખુબ મહત્વ અપી રહ્યું છે.

તંવરે કહ્યું કે, સોહના વિધાનસભાની સીટની ટિકિટને 5 કરોડ રુપિયામાં વેચાવામાં આવી છે, અમે દરેક હાલતમાં  પરિસ્થિતિને સંભાળીશું,જો ટિકિટમાં ઘાંઘલાવેળા કરવામાં આવ્યા હોય તો ચૂંટાયેલા લોકો કેવી રીતે જીત મળશે?

Exit mobile version