Site icon hindi.revoi.in

સ્વસ્છતા અભિયાનઃ જાહેરમાં પાનની પીચકારી મારનારાઓ સામે કાર્યવાહી બની તેજ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદવાદમાં ટ્રાફિક ડ્રાઈવને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે શહેરમાં સ્વચ્છતા અભિયાન તેજ બનાવવામાં આવ્યું જેના પગલે શહેરમાં જાહેરમાં ગંદકી કરનારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં ગંદકી કરનારાઓને નોટિસ પાઠવીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. એક અઠવાડિયામાં જાહેરમાં થૂંકવા બદલ કેટલાક નાગરિકોને દંડ કર્યા છે. તેમની પાસેથી 48 હજાર દંડ વસુલવામાં આવ્યો છે.

શહેરમાં તંત્ર દ્વારા જાહેરમાં લઘુશંકા કરનારા 137 નાગરિકોને નોટિસ આપી દંડ વસુલ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરવા માટે 1 હજાર એકમોને નોટિસ અપવામાં આવી છે. અમદાવાદમાં જાહેરમાં થૂંકવા બદલ 112 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા હતા. તેઓએ ઇ-મેમોની રકમ ભરી ન હતી જેથી મ્યુનિ.એ તેમના ઘરે જઇ લોકો પાસેથી દંડની રકમ વસુલી છે. છેલ્લા અઠવાડિયામાં 112 નાગરિકોના ઘરે જઇ ઇ-મેમોનો 11 હજાર દંડ વસુલવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટીકનો 224 કિલો જેટલો જથ્થો ઝડપાયો છે. જેમાં 1000 નોટિસ ઇશ્યુ કરીને પાંચ લાખથી વધારે રૂપિયાનો દંડ વસુલાયો હતો. જેાહેરમાં કચરો ફેંકવાના 1091 કેસોમાં 5 લાખથી પણ વધારેનો નો દંડ કરાયો હતો. ઇ-મેમોની સાત દિવસની સમય-મર્યાદામાં દંડ ન ભરી જનારા 112 લોકોના ઘરે જઇને જે તે ઝોનના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા દંડની વસુલાત કરવામાં આવી છે. શહેરમાં આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવામાં આવશે.

Exit mobile version