Site icon hindi.revoi.in

સૌરાષ્ટ્માં ખુશીની લહેરઃ રાજકોટ અને અમરેલીમાં મેઘરાજા વરસ્યા,ખડૂતો થયા ખુશ

Social Share

આજે બપોર બાદ સૌરાષ્ટના ઘણા શહેરોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે 4 વાગ્યા બાદ રાજકોટ અને અમરેલીમાં મેઘરાજાએ મન મુકીને વરસવાનુમ શરુ કર્યું છે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

ઘણા લાંબા સમયથી વરસાદ જાણે રીસાયો હોય તેમ લાગી રહ્યું હતુ ત્યારે રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો રસ્તા ઉપર વરસાદની મજામાણવા ઉતરી આવ્યા હતા .જ્યારે ખેડૂતોમાં વરસાદ ન વતા ચિંતા ફેલાઈ હતી તે દુર થઈ છે અને ખડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ આટકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. આ સાથે સાથે  જસદણ તાલુકામાં પમ વરસાદે એન્ટ્રી મારી છે.

ત્યારે આ સાથે ખાંભામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.વરસાદના આગમન સાથે બાળકો પણ રસ્તા પર વરસાદી માહોલની મજા માણવા માટે આવ્યા હતા સાથે સાથે ખેડૂતોમાં પમ ઉત્સાહ જોવા મળ્યો હતો, છેલ્લા ઘણા સમયથી વરસાદ ન થવાને કારણે ખેડૂતો ચિંતામાં હતા ત્યારે હવે ખેડૂતોની ચિંતા પણ દુર થી છે.

વાદળછાયા વાતાવરણ પછી અમરેલી અને ધારીમાં બપોર પછી વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 10 દિવસ ના વિરામ બાદ સાવરકુંડલા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે બોટાદમાં પણ વરસાદે પગલા માંડ્યા છે ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાતા આજે માર્કેટ યાર્ડ ખાતે વરૂણદેવને રીઝવવા માટે વરૂણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ક્યાંક રામધૂન તો ક્યાંય યજ્ઞ કરી ખેડૂતો અને લોકો વરૂણ દેવને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં હતા તો ક્યાક મસ્જીદોમાં દુઆ કરવામાં આવી હતી ત્યારે હવે એમ લોગે છે કે વરસાદે લોકોની લાગણી અને માંગણીને બરાબર માન આપ્યું છે. અને છેલ્લે વરસાદે વરસવું જ પડ્યું. ત્યારે હવે અમદાવાદમાં આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી છે.

Exit mobile version