નવી દિલ્હી : કાશ્મીર પર સરાકરના ઐતિહાસિક નિર્ણય બાદ સોશયલ મીડિયા પર જાતભાતની વાતો વહેતી થઈ રહી છે. કોઈ ત્યાં પ્લોટ વેચવા લાગ્યું છે, તો કોઈ તેને સોમવાર સાથે જોડે પોતાની વાત કહેવા લાગ્યું છે. કોઈ અમિત શાહને મોટાભાઈ પ્રોપર્ટી ડીલર બનાવી રહ્યુ છે, તો કોઈએ કહ્યુ છે કે થોડી ધીરજ રાખો બની શકે કે કેટલાક દિવસોબાદ પીઓકેમાં આનાથી પણ સસ્તા પ્લોટ મળી જાય. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, પરંતુ ઉત્તર ભારતમાં ચાલતા કેલેન્ડર મુજબ આ શ્રાવણનો ત્રીજો સોમવાર છે. તેથી પહેલા સોમવારે ચંદ્રયાન-2, બીજાએ ટ્રિપલ તલાક પર બિલ, ત્રીજાએ 370-35એ હવે ચોથાએ શું? તેવો સવાલ પણ પુછવામાં આવી રહ્યો છે.
ટ્વિટર પર કેટલાક લોકોએ પીએમ મોદીની એક જૂની તસવીર પણ ટ્વિટ કરી છે, જેમાં પીએમ મોદી ધરણા પર બેઠા હતા અને તેમની પાછળ લગાવવામાં આવેલા બેનર પર લખ્યું હતું કે કલમ-370 હટાવવામાં આવે. ઘણાં લોકો મીમ્સ બનાવીને પણ તેને ફોરવર્ડ કરી રહ્યા છે. લોકોએ કેન્દ્ર સરકારના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. સંસદનું સત્ર શરૂ થયા બાદ ટ્વિટર પર અનુચ્છેદ-370 ટોપ ટ્રેન્ડમાં આવી ગઈ છે.
સોશયલ મીડિયા પર લોકો આ નિર્ણયને સારો ગણાવી રહ્યા છે, તો કેટલાક કાશ્મીર પર થનારા પરિવર્તનો જણાવી રહ્યા છે. સોશયલ મીડિયામાં હવે સરકાર જમ્મુ-કાશ્મીર પર આગળ શું નિર્ણય કરશે, તેને લઈને પણ અટકળબાજી કરાઈ રહી છે. આવો હવે જાણીએ છીએ કે સોશયલ મીડિયા પર લોકો આ નિર્ણયને લઈને શું કહી રહ્યા છે. તેને જોયા બાદ તમે પણ ખુદને હસવાથી રોકી શકશો નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ એટલે કે આગામી સોમવારે ડિસ્કવરી ચેનલના લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમ મેન Vs વાઈલ્ડમાં દેખાશે. મેન Vs વાઈલ્ડના આ ખાસ એપિસોડ જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ડિસ્કવરી ચેનલ પર રાત્રે નવ વાગ્યે પ્રસારીત કરવામાં આવશે. તેને દુનિયાના 180 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. શૉના હોસ્ટ બેયર ગ્રિલ્સે ટ્વિટર પર તેને લઈને એક વીડિયો પણ શેયર કર્યો છે.
આ પહેલીવાર છે કે જ્યારે ભારતના કોઈ વડાપ્રધાન આવા પ્રકારના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ ડિસ્કવરીના શૉ મેન Vs વાઈલ્ડમાં જોવા મળ્યા હતા.
આ એક લોકપ્રિય ટીવી શૉ પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન સંદર્ભે જાગરૂકતા પેદા કરવાના ઉદેશ્યથી બનાવવામાં આવ્યો છે. ભારતના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવેલા આ વિશેષ એપિસોડમાં વન્ય જીવ સંરક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવશે, જેમાં પર્યાવરણ પરિવર્તન સાથે સંબંધિત મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવશે.
વ્હોટ્સએપ પર વાઈરલ મેસેજ
કાશ્મીરમાં પ્લોટ લેવામાં કોઈ ઉતાવળ કરતા નહીં, શું ખબર કે પીઓકેમાં સસ્તો મળી જાય, ધીરજ રાખો.
કોન્ફિડન્સની પણ હદ હોવી જોઈએ, હમણા એક પ્રોપર્ટી ડીલરનો ફોન આવ્યો, કાશ્મીરમાં પ્લોટ જોઈએ તો જણાવો.
શ્રાવણનો પહેલો સોમવાર ચંદ્રાયાન-2, શ્રાવણનો બીજો સોમવાર – ટ્રિપલ તલાકમાંથી મુક્તિ, આજે શ્રાવણનો ત્રીજો સોમવાર- 370-35-એ, હર હર મહાદેવ.