ભારતે ઈઝરાયલમાં પોતાના નવા રાજદૂતની નિયુક્તિ કરી છે. સંજીવ સિંઘલા ઈઝરાયલમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. તેઓ 1997ની બેચના આઈએફએસ અધિકારી છે. સિંઘલા ઘણાં મહત્વના પદો પરની જવાબદારી નિભાવી ચુક્યા છે. આના પહેલા તેઓ વડાપ્રદાન કાર્યાલયમાં પણ નિયુક્ત હતા.
સંજીવ સિંઘલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ હતા. તેમને 2014માં પીએમ મોદીના કાર્યભાર સંભાળ્યા બાદ તેમના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઈઝરાયલમાં નવા રાજદૂત તરીકે કામગીરી કરશે.
સિંઘલા વિક્રમ મિસ્ત્રીના સ્થાને ઈઝરાયલના રાજદૂત તરીકેની જવાબદારી સંભાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ બનતા પહેલા સંજીવ સિંઘલા ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસમાં નિયુક્ત હતા.
તો સંજીવ સિંઘલાના સ્થાને આઈએફએસ વિવેક કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત થયા છે. શુક્રવારે આ મામલામાં આદેશ જાહેર કરવામાં આવ્યા છે.