શિયાળામાં પુસ્કર પ્રમાણમાં આવતા લીલાશાકભાજી સ્વાસ્થને ખૂબ ફાયદો કરાવે છે. જેમાં આજે આપણે લીલા લસણના સેવની વાત કરીશું , સામાન્ય રીતે લસણથી અનેક બિમારીઓ દૂર થાય છે, પરંતુ તેનાથી વિશેષ લીલા લસણનો ઉપયોગ અનેક બિમારીનો જળમૂળમાંથી નાશ કરે છે.
લીલું લસણ શિયાળાનુે ખાસ વાસણું ગણવામાં આવે છે, એક ખાસ પાક તરીકે લીલા લસણનો ઉપયોગ થાય છે, લીલા લસણમાં વિટામિન્સ, મિનરલ્સ અને અનેક જરુરી તત્વો સમાયેલા હોવાથી રોગો સામે લડવાની શક્તિ આપે છે. લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવે છે, લોહીને પણ શુદ્ધ કરે છે અને હાર્ટને લગતી સમસ્યાઓને ભગાડવામાં મદદ કરે છે.
જાણો લીલુ લસણ ખાવાના ફાયદાઓ
લીલાં લસણમાં ભરપૂર માત્રામાં એન્ટીબાયોટિક સમાયેલું હોય છે. તેથી લીલું લસણ ખાવાથી ઈમ્યૂનિટી સારી જળવાઈ રહે છે સ્ટ્રોંગ બને છે અને નાની-મોટી સમસ્યાઓ સામે રક્ષણ મળી રહે છે.
લીલાં લસણમાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ પણ સમાયેલુ હોય છે, તેના સેવનથી અપચો અને ઈનડાઈજેશનની સમસ્યા દૂર થાય છે.
લસણમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીબાયોટિક પેટમાં સારી રીચે બેક્ટેરિયલ બેલેન્સને પણ જાળવી રાખે છે
લસણના સેવનથી શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફો દૂર થા છે.
પોતાના ભોજનમાં લીલું લસણ સામેલ કરવાથી આહાર પચવામાં મદદ મળી રહે છે.
લીલાં લસણમાં ડાઈયૂરેટિક તત્વ હોવાથી કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે
લસણનું સેવન લિવરને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
લીલાં લસણમાં રહેલું વિટામિન સી આયર્નના એબ્સોર્બશનમાં મદદ કરે છે.
લસણમાં મિનરલ્સ હોવાથી તેનો ફાયદો પણ શરીરને મળે છે.
લીલું લસણ ખાવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે
લસણના સેવનથી બોડીમાં રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ વધે છે
લસણ આપણાં હાર્ટ માટે બહુ જ ફાયદાકારક છે.લીલાં લસણમાં રહેલું પોલીસલ્ફાઈડ હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
સલણમાં સમાયેલું ખાસ તત્વ મેંગ્નીઝ હાર્ટના રોગો સામે પણ રક્ષણ આપે છે
લસણનું સેવન વધતી ચરબીને અટકાવીને બોડીને ફીટ રાખે છે