- વિરુષ્કાએ આપ્યા પોતાના ફેંસને સારા સમાચાર
- વર્ષ 2021 માં વિરુષ્કા બનશે માતા-પિતા
- સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
મુંબઈ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અનુષ્કા શર્માએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે. અનુષ્કાએ વિરાટ સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તે બ્લેક ડ્રેસમાં નજરે પડે છે. અનુષ્કાની બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે – હવે આપણે ત્રણ થવાના છીએ, જાન્યુઆરીમાં ત્રીજું વ્યક્તિ આવી રહ્યું છે.
વિરાટ કોહલીએ આ જ ફોટો સેમ કેપ્શન સાથે શેર કર્યો છે. ફોટામાં વિરાટ અને અનુષ્કા હસતા જોઈ શકાય છે.
વિરુષ્કાએ આ માહિતી શેર કરતાની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ શરૂ કરી દીધી છે. આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સાનિયા મિર્ઝા જેવા સ્ટાર્સે વિરુષ્કાને અભિનંદન પાઠવ્યા છે.
વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના ફોટા પણ ખૂબ પસંદ થયા હતા. ફેંસ પણ વિરુષ્કા માટે ખૂબ જ ખુશ છે.
_Devanshi