લોકસભાની ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યા બાદ ખરાબ રીતે અને ખુબજ નહિવત મતથી પરાજીત થયેલા રાહુલ ગાંધી પોતાનું રાજીનામું પાછુ ખેંચવા માંગતા નથી.આજે પણ તેમની વાત પર તે અડગ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે હુ પદ પર નથી જેથી કરીને જલ્દીથી કોઈ નવા વ્યક્તિને આ પદ માટે પસંદ કરવામાં આવે .
ઉલ્લેખનીય છે કે લોકસભાના પરિણામ બાદ અપરાજીત થયેલા રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજી નામું આપ્યું હતું.રાહુલ ગાંધીનું માનવું છે કે અધ્યક્ષની પસંદગી કરવામાં ઘણું લેટ થયું છે પાર્ટીએ જલ્દીથી બેઠક બોલાવીને આ મામલે નિર્યણ લેવો જોઈએ.સાથે તેઓ એ એમ પણ જણાવ્યું હતુ કે તેઓ અધ્યક્ષની પસંદગી કરવામાં હાજર નહી રહે. વધુમાં કહ્યું હતુ કે કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય પણ સમિતિના સભ્યોનોજ રહેશે. હું પોતે આ બેઠકમાં હાજરી નહી આપું.
લોકસભાની ચૂંટણી પછી ગાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યુ હતું જેને પગલે કોંગ્રેસ પક્ષમાં ખળભરાટી મચી હતી.તો સાથે સાથે પાર્ટીના અનેક નેતાઓ એ રાહુલ ગાંધીને રિઝવવાના પ્રયાસો પણ કર્યા હતા પણ તેમાં તેઓને નિષ્ફળતા મળી હતી હવે જ્યારે રાહુલ ગાંધી પદ પર નથી તો જોવું રહ્યું કે કોંગ્રેસનું પદ સાચવવા કોના માથે જવાબદારીનો ટોપલો ઢોળવામાં આવશે.