રાજઠાકરેએ ઈવીએમ પર શંકા વ્યકત કરી
ઈવીએમના બદલે બેલેટથી ચૂટણી કરવાની માંગ
ઠાકરેએ પાંચ પેજનો પત્ર ચૂંટણી પંચને આપ્યો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે ઈવીએમ,મહારાષ્ટ્ર ચૂંટણી અને અન્ય રાજનૈતિક બાબતોને લઈને અનેક ચર્ચોઓ થઈ હતી. પહેલા રાજ ઠાકરેએ મુખ્ય ચૂંટણી સાથે જોડાયેલ સુનીલ અરોડા સાથે પણ મુલાકાત લીધી હતી જેમાં તેમણે આ વર્ષના અંતે યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચુંટણી યોજાવવાની માંગણી કરી હતી.
રાજ ઠાકરેએ વધુંમાં કહ્યું હતુ કે ચૂંટણી ઈવીએમથી થાય છે જેને લઈને જનતાનો વિશ્વાસ ડગમાગાઈ ગયો છે જેના કારણે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી બેલેટથી કરવામાં આવે તેવો એક પત્ર તેમણે ચૂંટણી પંચને રજુ કર્યો છે.રજુ કરવામાં આવેલા આ પત્રનું શિર્ષક રાજ ઠાકરેએ કઈંક આવું આપ્યું છે “દેશમાં ચૂંટણી પ્રક્રીયા પર વિશ્વાસ પાછો લાવવો છે” જેમાં વિધાન સભા ચૂંટણીને લઈને મત બેલેટ પેપરથી આપવાની વાત કરી હતી તેઓએ વધુંમાં જણાવ્યું હતુ કે જનતાને શંકા છે કે પોતે આપેલા મત તેમણે પસંદ કરેલ પાર્ટીને નથી પહોંચતા જેને લઈને જનતાનો વિશ્વાસ કાયમ બની રહે તેથી ઈવીએમના બદલે બેલેટ પેપરથી વોટિંગ થવું જોઈએ.
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ઈવીએમ મશીન પર અમને શંકા છે કે ઈવીએમ મશીન સાથે છેડખાની કરવામાં આવી છે તેઓ એ એક મિડિયાના રિપોર્ટ મુંજબ કહ્યું કે 220 લોકસભાની બેઠકો પર ગણતરી વખતે અને ગણતરી બાદના વોટમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેને લઈને શંકા ઉત્પન્ન થાય તે વાત સહજ છે માટે રાજઠાકરેએ ચુંટણી પંચને કુલ 5 પેજનો પત્ર લખ્યો હતો. આ પત્રમાં રાજ ઠાકરે દરેક વાતનો ઉલ્લેખ કર્યો હતો.