Site icon hindi.revoi.in

યૂપી-છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરુ

Social Share

ઉત્તર પ્રદેશની હમીરપુર વિધાનસભા બેઠક,ત્રિપુરાની બઘારધાટ બેઠક,છત્તીસગઢની નક્સલ પ્રભાવિત દંતેવાડા સીટ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે,આ સિવાય કેરલની પાલા વિધાનસભા બેઠક માટે મત મતદાન શરુ થઈ ચૂક્યુ છે.આ ચાર રાજ્યોની ચાર સીટો પરની પેટા ચૂંટણીમાં બીજેપી સહિત દરેક વિપક્ષ દળોની પ્રતિષ્ઠતા દાવ પર લાગેલી છે.

હમીરપુર સીટ પરથી બીજેપીના સાંસદ અશોક સિંહ ચંદેલને આજીવન કેદની સજા મળવાથી  આ જગ્યા ખાલી પડી હતી,ત્રિપુરાની બાધારઘાટ બેઠક પર બીજેપી સાંસદ દિલીપ સરકારના નિધનના કારણે ખાલી જોવા મળી છે, તો બીજી તરફ દંતેવાડા બેઠક પરથી બીજેપીના સાંસદ રહેલા ભીમા મંડાવીની  નક્સલી હુમલાથી થયેલ મોતના કારણે આ બેઠક પણ ખાલી પડી છે

હમીરપુરા બેઠક પરથી બીજેપી યૂવરાજ સિંહ ,બસપા પક્ષથી નૌશાદ અલી,સપા પક્ષથી મનોજ પ્રજાપતિ,કોંગ્રેસ તરફથીહરદિપક નિષાદ ને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા તરફથી જમાલ આલમ મંસુરી પોતાના નસીબ આજમાવી રહ્યા છે.તે ઉપરાંત ચાર અપક્ષો મેદાનમાં ઉતર્યા છે. તે જ રીતે ત્રિપુરાની બધારઘાટ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી મીમી મજુમદાર તો વળી, સીપીઆઈએમમાંથી બુલ્ટી બિસ્વાસ અને કોંગ્રેસના રતનદાસ આ પેટા ચૂટણીના મેદાનમાં  જોવા મળ્યા છે.

હમીરપુરા વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ 476 બૂથ અને 256 મતદાન મથક બનાવામાં આવ્યો છે,જેમાં 37 જટિલ બૂથની ઓળખ કરવામાં આવી છે. 52 સ્થળોએ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા બૂથને 04 ઝોન, 36 સેક્ટર અને 10 વધારાના સ્ટેટિક/સેક્ટર મેજિસ્ટ્રેટ્સમાં વહેંચવામાં આવ્યા છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં મતદારોની કુલ સંખ્યા 4,01497 છે.

ઉલ્લેખનીય છે કે,હમીરપુરના કેટલાક વિસ્તારો પૂરની ઝપેટમાં છે,યમૂના ને બેતવા નદીમાં આવેલો અવિરત પ્રવાહને કારણે પૂરની સ્થિતિ સર્જાય હતી,ત્યારે પૂરના કારણે મતદાન પર તેની અસર ન પડે તે માટે જીલ્લા વહીવટ તંત્રે દરેક બૂથ પર નાવડી, ટેક્ટર તથા મોટર બૉટ વગેરે સુવિધા કરી છે, સુવિધાના કારણે મતદાતાઓને સરળતાથી મતદાન બૂથ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે,તો સાથે સાથે  પૂરમાં ગરકાવ થયેલા અન્ય આઠ બૂથોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે,આ ખસેડવામાં વેલા બૂથના મતદાતાઓની યાદીમાં કી ફેરફાર થયા નહી .મતદાતાઓ પહેલા જે હતા તેજ રહેશે.આ પેટા ચૂંટણીમાં મતદાન વધુને વધુ પ્રમાણમાં થાય તે માટે અનેક સુવિધા સાથે સુરક્ષા પણ કવામાં આવી છે,જેમાં પૈરા મિલિટ્રી ફોર્સની વ્યવસ્થા કરવામાં આવી છે,બીજેપી આ બેઠકમાં વિજય મેળવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.

Exit mobile version