Site icon Revoi.in

યુપી: સોનભદ્રમાં જમીન વિવાદને લઈને ફાયરિંગમાં 10ના મોત, 20 ઘાયલ

Social Share

સોનભદ્ર: ઘોરાવલના મૂર્તિયા ગામમાં બુધવારે બપોરે બે પક્ષોમાં જમીન વિવાદની અદાવતને લઈને પરસ્પર વિવાદમાં લોહિયાળ ઘર્ષણ સર્જાયુ છે. આ હત્યાકાંડમાં નવ લોકોના મોત નીપજ્યા છે અને ડઝનબંધ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો પ્રમાણે વિવાદ દરમિયાન પરસ્પર ફાયરિંગ અને હથિયારોથી એકબીજા પર હુમલામાં ઘણાં લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત પણ થયા છે. આ હત્યાકાંડ બાદ ગામમાં માતમ પ્રસરેલો છે.

આ લોહિયાળ ઘર્ષણ બાદ પોલીસે અહીં પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડયા છે. જ્યાં ઘણાંની સ્થિતિ ગંભીર બનેલી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને છ પુરુષો પણ સામેલ છે. ગ્રામીણો મુજબ, પ્રધાન પક્ષ અને ગામના બીજા પક્ષને લઈને જામીનનો વિવાદ હતો. બુધવારે બપોરે શસ્ત્રોથી સજ્જ થઈને એક પક્ષ જમીનના વિવાદને લઈને કબજો કરવા પહોંચ્યો હતો. બાદમાં વિવાદ વધતા લોહિયાળ ઘર્ષણ સર્જાયું હતું. ગ્રામીણો પ્રમાણે, લગભગ ત્રણસો એકર જમીન કબજો કરવા માટે ત્રણ ટ્રેક્ટરમાં લગભગ ત્રણસો લોકોને લઈને પ્રધાન પહોંચ્યો હતો. કબજો કરવા દરમિયાન ફાયરિંગ અને મારામારી વચ્ચે જોતજોતામાં લાશો બિછાવી દેવાઈ હતી અને ડઝનબંધ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીરપણે ઘાયલમાંથી બે લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. આ મામલામાં પ્રશાસનિક અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ઘાયલોને સારી સારવાર માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોનભદ્રમાં થયેલી આ ઘટના પર સંજ્ઞાન લેતા મૃતકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લાધિકારી સોનભદ્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ડીજીપીને વ્યક્તિગત ધોરણે મામલાનું મોનિટરિંગ કરવા અને દોષિતોને ઝડપી લેવા માટે ઘણી પ્રભાવી કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ગ્રામ પ્રધાને બે વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન પોતાના ટેકેદારો સાથે જમીન પર કબજો કરવા માટે પહોંચ્યો હતો. ગ્રામીણોએ જમીનનો કબજો કરવાની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામ પ્રધાનના ટેકેદારો તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

એસપી સોનભદ્રની સાથે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ધોરાવલ કોતવાલી ક્ષેત્રના ઉભભા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી છે. સાંજે ચાર વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં નવ લોકોની લાશો પહોંચી ચુકી છે.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ આ મામલાને ધ્યાન પર લીધો છે. ઘટનાના વિગતવાર વિવરણની રાહ જોવાઈ રહી છે. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક મેડિકલ સહાયતા પુરી પાડવા માટેના નિર્દેશ આપ્યા છે. આના સંદર્ભે સોનભદ્રના જિલ્લા મેજીસ્ટ્રેટને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે યુપીના ડીજીપીને આદેશ આપ્યો છે કે આ મુદ્દા પર તે વ્યક્તિગત ધોરણે નજર રાખે અને ઘટનાની તપાસ કરાવે.