Site icon hindi.revoi.in

મોદી સરકારનું નવું નઝરાણું ‘ભૂમિ બેંક’ – રોકાણકારોને ડિજીટલ માધ્યમથી ઘર બેઠા મળશે આટલા લાભ

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ બેંકની સુવિધા શરુ કરવામાં આવી છે, આ બેંક યાજનાના માધ્યમથી ડિજીટલ રીતે એ ખબર મળી શકે છે કે, કયા- ક્યા રાજ્યોમાં વેપાર કરવા માટે કેટલી જગ્યા કે જમીન ઉપલબ્ધ છે, આ સાથે જ જમીની જગ્યાઓ વિશે જોડાયેલી તમામ માહિતી પણ તમે જાણી શકો છો.

જ્યોગ્રફિકલ ઈન્ફઓર્મેશન સિસ્ટમથી લેસ રાષ્ટ્રીય ભૂમિ બેંકની શરુઆત કરતા કેન્દ્રીય વાણીજ્ય તેમજ ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રોકાણકારો ઔદ્યૌગિક જમીન અને સંસાધનોની ઉપલબ્ધતા વિશે તમામ માહિતી મેળવી શકશે

ભૂમિ બેંકની આ યોજનાથી હાલમાં છ રાજ્યોને જોડવામાં આવ્યા છે, જો કે ા બાબતે સરકારને આશા છે કે, વર્શ 2020 સુધી તમામ રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશો આ યોજના હેછળ જોડાય જશે, આ બેંક હાલમાં શરુઆતના તબક્કે કાર્યરત છે, જેમાં જમીનની ઓળખ તેમજ તેને ખરીદવા માટે વધુ સક્ષમ અને પાર્દર્શક બનાવવામાં આવશે, આ માટે જે તે રાજ્યો એ પણ પોતાના વિસ્તારમાં આવેલી તમામ જમીન બાબતે જાણકારી પર્યાપ્ત કરાવાની રહેશે

વાણીજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક વિનેજનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રણાલીમાં 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 3 હાજર 300થી પણ વધુ ઓદ્યોગિકપાર્કોનો સમાવેશ કરવામાં આવશે, જેમા સામાન્ય રીતે 4 લાખ 75 હજાર હેકર જમીનનો સમાવેશ થયો છે. મળતી માહિતીમાં વન, જંગલ નિકાસી, કાચા માલનો હિટ મેપ સંપર્કના જુદા-જુદા સ્તર વગેરેનો સમાવેશ થાય છે.

પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, જે દેશોમાં ભારતીય કંપનીઓને પ્રતિબંધનો સામનો કરવો પડે છે ત્યાં પારસ્પારિક પગલાં લાગુ કરવામાં આવી શકે છે, મંત્રીએ દેશમાં વ્યવસાય શરૂ કરવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની તમામ જરૂરી મંજૂરીઓ પૂરી પાડવા એક સિંગલ વિંડો સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો છે.તેમણે કહ્યું કે, આ યોજનાથી રોકાણકારોને માહિતી મેળવવા માટે તેમજ મંજુરી માંગવા માટે પ્લેટફઓર્મ કે કાર્યાલયોમાં જવાની દરુર પડશે નહી, તેઓ આ નવી યોજનાનો લાભ ઉઠાવીને તેમનું કાર્ય સરળ બનાવી શકે છે.ઉલ્લેખનીય છે કે, આ બેન્કિંગ સિસ્ટમ રાજ્યોની ઔદ્યોગિક માહિતી પ્રણાલી (આઈઆઈએસ) અને ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) ને એકીકૃત કરીને તૈયાર કરવામાં આવી છે.

સાહીન-

Exit mobile version