Site icon Revoi.in

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સસ્તા EMIની ભેંટ, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો

Social Share

મોદી સરકારના બીજા કાર્યકાળમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પહેલી મોટી ભેંટ આપી છે. આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈની મૌદ્રિક સમીક્ષા બેઠકમાં 0.25 બેસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સાથે હવે નવો રેપોરેટ 5.75 ટકા થઈ ગયો છે. મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળની આ પહેલી મૌદ્રિક સમીક્ષા બેઠક હતી.

આરબીઆઈની ગત બે બેઠકોમાં પણ એમપીસી રેપોરેટમાં અનુક્રમે 0.25 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. એટલે કે જૂનમાં સતત ત્રીજી વખત કેન્દ્રીય બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈના ઈતિહાસમાં પહેલીવાર છે કે જ્યારે આરબીઆઈના ગવર્નરની નિયુક્તિ બાદ સતત ત્રીજી વખત રેપોરેટમાં ઘટાડો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગત ડિસેમ્બરમાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આરબીઆઈના રેપોરેટના ઘટડાનો ફાયદો લોકોને થશે. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંકો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ બનશે. વ્યાજદર ઓછો થવાની સ્થિતિમાં એ લોકોને ફાયદો મળશે કે જેમની હોમ અથવા ઓટો લોનના ઈએમઆઈ ચાલી રહ્યા છે. આ સિવાય બેંકમાંથી નવી લોનની સ્થિતિમાં પણ પહેલાના મુકાબલે વધુ રાહત મળશે.