Site icon hindi.revoi.in

ફ્રાન્સથી આવેલા 5 રાફેલ વિમાન 10 સપ્ટેમ્બરે વાયુસેનામાં થશે સામેલ, રક્ષા મંત્રી હાજર રહેશે

Social Share

ભારતીય વાયુસેનાના સામર્થ્યમાં ટૂંક સમયમાં વધારો થવા જઇ રહ્યો છે. ફ્રાન્સથી આવેલા 5 લડાકૂ વિમાન રાફેલને 10 સપ્ટેમ્બરના રોજ વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં હરિયાણાના અંબાલા એરબેઝમાં કાર્યક્રમ થશે. ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયાના પ્રવાસથી રાજનાથ સિંહ પરત ફરે તે પછી રાફેલને સેનામાં સામેલ કરવાની યોજના છે. રાજનાથ 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી રશિયાના પ્રવાસ પર છે. ત્યાં શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.

ફ્રાન્સથી આવેલા વિમાનોમાં ત્રણ સિંગલ સીટર અને બે ટૂ સીટર છે. રાફેલ વિમાન લદ્દાખના વિસ્તારોમાં પહેલાથી જ ઉડાન ભરી રહ્યું છે. આ વિમાનોને 17 ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રનમાં સામેલ કરવામાં આવશે. ફ્રાન્સથી રાફેલ વિમાન 29 જુલાઇએ ભારત પહોંચ્યા હતા. તેના 24 કલાકમાં જ તેને ઓપરેટ કરવાની તાલિમ શરૂ કરવામાં આવી હતી.

રાફેલની વિશેષતા

રાફેલની વિશેષતા એ છે કે તે હવાથી હવામાં ઉપરાંત હવાથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે. તેનાથી પરમાણુ હમલો પણ કરી શકાય છે. રાફેલ 28 કિમી પ્રતિ કલાકથી 1915 કિમી પ્રતિ કલાક સુધીની ગતિથી ઉડી શકે છે.

(સંકેત)

 

 

Exit mobile version