Site icon hindi.revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત નાજુક -તબિયત બગડતા કોમાંમા સરી પડ્યા

Social Share

દિલ્લી: છેલ્લા ઘણા દિવસોથી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીની તબિયત અસ્વસ્થ જણાઈ છે, ઘણા દિવસોથી તેઓ સારવાર હેઠળ છે, ત્યારે અચાનક તેમની તબિયત વધુ બગડી હતી જેને લઈને તેઓ કોમાની સ્થિતિમાં સપડાયા છે, આ સમગ્ર બાબતે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલઅ મેડિકલ બુલેટીન જારી કરીને જણઆવ્યું છએ કે, પૂર્વ રાષ્ટ્રપતિ વિતેલા 15 દિવસોથી હોસ્પિટલમાંમ સારવાર હેઠળ દાખલ છે,તેમના બ્રેઈનની સર્જરી થયા બાદ તેમની હાલત ખુજ ગંભીર જણાઈ રહી છે

પ્રણવ મુખર્જી જ્યા સારવાર લઈ રહ્યા છએ તે હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતે માહિતી આપતા કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં કોરોનાનું સંક્રમણ થયેલું જોવા મળ્યું છે. જે અંગે તપાસમાં જણવા મળતાની સાથે જ તરત જ તેમની સારવાર કરવામાં આવી રહી, પરંતુ તેમની કિટની પર પણ તેની અસર વર્તાઈ રહી છે, આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે,તેમની સ્થિતિ હાલ હીમોડાયનેમિકલી સ્ટેબલ થઈ ગઈ છે. હીમોડાયનેમિકલી સ્ટેબલ હોવાનો અર્થ એ છે કે દર્દીનું હૃદય તો સારી રીતે કાર્યરત છે પરંતુ બ્લડનો સંચાર સામાન્ય જોવા મળી રહ્યો છે, જેને કારણે તેમની તબિયત ઠીક ન કહી શકાય।

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીના ફેંફ્સામાં સંક્રમણ થવાથી તેમની તબિયત વધુ અસ્વસ્થ જોવા મળી રહી છે,છેલ્લા એક અઠવાડીયાથી ડોક્ટર દ્વારા તેમની સતત સારવાર હાથ ધરવામાં આવી છે, વિતેલી 10 ઓગસ્ટથી જ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યા તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારથી આજદિન સુધી સતત તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જો કે હાલ તેમની સ્થિતિ નાજુક જ જોવા મળી છે.

Exit mobile version