શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ શકી નથી. ભોજન સમારંભમાં વિલંબને કારણે ભારત અને ઈરાન વચ્ચે વાટાઘાટો થઈ શકી નથી.
ભોજન સમારંભમા વિલંબને કારણે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે વાટાઘાટો માટેનો નિર્ધારીત સમય પસાર થઈ ગયો હતો.
બાદમાં વડાપ્રધાન મોદી ભારત અને કિર્ગિસ્તાનના દ્વિપક્ષીય વ્યાપાર મંચના કાર્યક્રમ માટે નીકળી ગયા હતા.
તો ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાની પણ કોઈ અન્ય કાર્યક્રમમાં વ્યવસ્ત હતા. આના પહેલા ભારતે ચીન અને રશિયા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.