Site icon Revoi.in

પાર્ટીહિતને દેશહિતથી ઉપર રાખનારા નેતા દેશ માટે સૌથી વધુ ખતરનાક: મિલિન્દ દેવડા

Social Share

હાઉડી મોદીના કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ વખાણ કર્યા

મિલિંદ દેવડાનું વલણ કોંગ્રેસની પાર્ટી લાઈનથી અલગ

પાર્ટીહિતથી દેશહિત ઉપર હોવાની મિલિંદ દેવડાની સીધી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમના વખાણ કરનારા મિલિંદ દેવડાએ ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમા તેમણે લખ્યું છે કે જે નેતા પાર્ટીહિતને દેશહિતતી પહેલા રાખે છે, તે દેશ માટે સૌથી વધુ ખતરનાક છે.

આ સિવાય અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં તેમણે કહ્યુ છે કે કોઈપણ ચાહે તે ભાજપમાં હોય અથવા કોંગ્રેસમાં હોય અથવા તો પછી કોઈ પ્રાદેશિક પાર્ટીમાં હોય, જે કોપણ આનાથી અલગ વિચારે છે, દેશ માટે સૌથી વધારે ખતરનાક છે. તેમણે કહ્યુ છે કે મને ગર્વ છે કે હું જ્યારે સંસદ પહોંચ્યો તો ત્યાં અટલ બિહારી વાજપેયી જેવા મોટા નેતા હતા. સોમનાથ ચેટર્જી સ્પીકર હતા. મને ગર્વ છે કે જ્યારે હું જ્યારે સંસદમાં પહોંચ્યો તો મનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતા. આ તમામ મોટા નેતા હતા, તે પાર્ટીથ અલગ જઈ શકતા હતા.

મિલિંદ દેવડા એ વાતને લઈને ચર્ચામાં આવ્યા છે, કે જ્યારે સોમવારે તેમણે અમેરિકામાં આયોજીત કરાયેલા હાઉડી મોદી કાર્યક્રમના વખાણ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીનું સંબોધન ભારતની બૌદ્ધિક અને સાંસ્કૃતિક શક્તિ (સોફ્ટ પાવર ડિપ્લોમસી)ને દર્શાવે છે.

મિલિંદ દેવડા દ્વારા કરવામાં આવેલા વખાણ પર આભાર વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે તમે મારા મિત્ર સ્વર્ગીય મુરલી દેવડાજીની અમેરિકા સાથે મજબૂત સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકીત કરતા બિલકુલ યોગ્ય કહ્યુ છે. તે બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત થતા જોઈને ખરેખર ખૂબ ખુશ થાત.

આના સંદર્ભે મિલિંદ દેવડાએ ટ્વિટ કરીને પીએમ મોદીને ધન્યવાદ આપ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું કે મુરલીભાઈએ ભારત અને અમેરિકામાં તમામ સરકારો સાથે કામ કર્યું અને આપણા દેશની વચ્ચેના સંબંધોને ઘનિષ્ઠ બનાવવાનું કામ કર્યું. રસપ્રદ વાત એ છે કે મિલિંદનું આ નિવેદન તેમની પાર્ટીથી અલગ છે.