બિહાર પોલીસે બેતિયા શહેરમાંથી એક યૂવકની ઘરપકડ કરી છે, યૂવક પર આરોપ છે કે તે વ્હોટ્સએપ પર પાકિસ્તાને સમર્થન આપતા ગ્રુપનું સંચાલન કરી રહ્યો છે, પોલીસના જણાવ્યાં મુજબ આરોપી યૂવકને ચંપારણ જીલ્લાના બેતિયા શહેરથી પકડવામાં આવ્યો છે યૂવકની ઓળખ સદ્દામ કુરેશીના નામથી થઈ છે, સદ્દામ વ્હોટ્સ્એપ ગૃપનો એડમિન હતો ગૃપનું નામ પાકિસ્તાન ઝિંદાબાદ રાખ્યું હતું.
પાલીસે ઘટનાની તપાસ કરતા આ યૂવકના ફોનને પણ ઝપ્ત કર્યો છે જેમાંથી તે આ ગૃપ ચલાવતો હતો, પોલીસે કાવતરું રચવાના અને દેશની એકતા ને અખંડતાને નુકશાન કરવાના આરોપમાં તેની ધરપકડ કરી છે, ત્યારે પોલીસનું કહેવું છે કે પાકિસ્તાન સાથે પણ તેનું નેટવર્ક હોઈ શકે છે. તે મામલે હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા કર્ણાટક પોલીસે એક આજ પ્રકારની ઘટનામાં એક મહિલા શિક્ષીકાની ઘરપકડ કરી હતી, મહિલા પર સોશિયલ મિડિયામાં પોસ્ટર મારફત પાકિસ્તાનને સમર્થન આપવાના આરોપ હતા પોલીસે દેશદ્રોહનો ગુનો નોંધી મહિલાની ટકાયત કરી હતી,
ત્યારે એક બીજી ઘટનામાં મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં આંતકી હુમલાનો સંદેશ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી પરંતુ તે વિષય પર પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી ન હતી માત્ર ડર ફેલાવવાના હેતુસર કોઈએ આ પ્રકારની અફવા ફેલાવી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.