Site icon hindi.revoi.in

પાંચ લોકોની હત્યા કર્યા બાદ પોતે ગોળી મારી આત્મહત્યા કરીઃશ્રાપને હત્યાનું કારણ ગણાવ્યું

Social Share

પંજાબના જીલ્લા મોગા અને ગામ નથ્થૂવાલા ગરબીમાં શનિવાર સવારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની લાશ મળી આવી હતી, આ ઘટનામાં 28 વર્ષના એક યૂવકે પોલાના લગ્નના 10 દિવસ પહેલા જ પોતાના પુરા પરિવારની હત્યા કરી નાખી અને ત્યાર બાદ પોતે પણ પોતાને ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી હતી ત્યારે તેણે લખેલી સ્યૂસાઈડ નોટમાં શ્રાપની કહાનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાની સરખામણી કેટલાક લોકોએ દિલ્હીના બુરાડી કાંડ સાથે કરી છે જેમાં આજ રીતે એક જ પરિવારના 11 સભ્યોના મોત થયા હતા.

જાણવી મળતી માહિતી મુજબ પંજાબના મોગા જીલ્લાના નથ્થુવાલા ગરબીમાં રહેતા 28 વર્ષીય યૂવક સંદીપ સિંહના 12 ઓગસ્ટના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા, જેના કારણે  સંદિપ નામક યૂવક પોતાની બહેન અને ભાણકીને શુક્રવારના રોજ પોતાના ઘરે લઈ આવ્યો હતો

ત્યાર બાદ તે પોતાના સગા સબંધીને ત્યાથી એક બંદૂક ચોરી કરીને તે બંદૂક પોતાના ઘરે લઈને આવ્યો હતો ત્યાર આગલી રાત્રે 12 થી 1 વાગ્યાના આસપાસ પહેલા તેના દાદા-દાદી ,ત્યાર પછી તેના માતા-પિતા અને છેલ્લે તેની બહેન અને ભાણકીને ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યાર બાદ શગુનના કપડાને પોતે પહેરીને એજ બંદુકથી પોતાની જાતને ગોળી મારી આત્મ હત્યા કરી હતી, જો કે આ પુરી ઘટનામાં સંદિપ સિંહના 80 વર્ષના દાદા બચી ગયા હતા જો કે આ સમયે તેઓ ફરિદકોટની મેડીકલ કૉલેજમાં સારવાર હેઠળ છે.

 ગામના લોકોના જણાવ્યાં મુજબ સંદિપ સિંહએ પોતાની જમીનનો અમુક ભાગ વેચી દીધો હતો અને જે ભાગ વેચ્યો હતો તે પીર બાબાની જગ્યા હતી જેના કારણે તેને હમેંશા એમ જ લાગતુ હતુ કે બાબાનો શ્રાપ લાગશે અને તેનો વંશ આગળ નહી વધી શકે,સતત આ વાત તેને સતાવતી રહેતી હતી અને એજ કારણને લઈને તેણે આ પુરી ઘટનાને અંજામ આપ્યો હતો.

સંદિપ સિંહએ  પોતાના દાદા ગુરુ ચરણ 80 વર્ષ, દાદી ગુરુદિપ કૌર 70 વર્ષ, મા બિદંર કોર 50 વર્ષ,પિતા મન્જીત સિંહ 55 વર્ષ, બહેન મનજ્યોત કૌર 33 વર્ષ, અને અઢી વર્ષની ભાણકી મનીત કોરની હત્યા કરી હતી,જેમાં તેના દાદા ગુરુ ચરણ સારવાર હેઠળ છે બાકીના 6 લોકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા.

જેમાં એસપીએચ હરિંદર સિંહ સહિત પોલીસના બધા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ હત્યાના મામલાની તપાસ કરી રહ્યા છે પાલીસના જણાવ્યા મુજબ સંદિપ સિંહએ 19 પેજની સ્યૂસાઈડ નોટ લખી છે,સંદિપ સિંહનું પરિવાર એક સુખી સમ્પન્ન પરિવાર હતું, સંદિપ સિંહના ભાગમાં ખુબ મોટા પ્રમાણમાં જમીન હતી.

આ ઘટનાના મામલે કોઈ ચોક્કસ જાણકારી આપી શક્યુ નથી પરંતુ ગામના સરપંચ જસવીર સિંહના જણાવ્યા પ્રમાણે સંદિપે એક સ્યૂસાઈડ નોટ લખી છે અને તેણે તેનું નામ  ખુની ચીઠ્ઠી આપ્યું હતું જે લેટરમાં લખવામાં આવ્યું છે કે “મે મારી જમીનનો અડધો ભાગ વેચ્યો હતો જેમાં પીર બાબાનો વાસ હતો, તે જગ્યા ધાર્મિક હતી, જેના કરાણે મને બાબાનો શ્રાપ લાગશે, અને મારો વંશ આગળ નહી વધી શકે એ વાતનો મને ડર છે અને આ પરેશાની મારો પરિવાર નહી વેઠી શકે જેના કારણે હું  આ પગલું ભરું છું,ત્યારે આ મામલે હવે પોલીસ આગળની તપાસ કરી રહી છે”

Exit mobile version