સુલ જર્મનીમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગ રમતો ફેડરેશન (આઇએસએસએફ) જુનિયર વર્લ્ડ કપ શુક્રવારે યોજાઈ હતી,આ ટુર્નામેન્ટમાં ભારતે 10 સુવર્ણ ચંદ્રક મેળવ્યાં હતા,છેલ્લા દિવસે 18 વર્ષીય ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની રાઇફલની ત્રણ પોઝિશનની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા જેણે જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ જીતીને કામયાબી હાંસલ કરી .સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક બનાવી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે જૂનમાં તેણે રેકોર્ડ બનાવ્યો હતો. તેની સાથે અર્જૂન સિંહ એ પણ આ સ્પર્ધામાં બ્રોન્સ મેડલ જીત્યો છે. 16 વર્ષના સૌરભ ચૌધરીએ હાલમાં ઇન્ડોનેશિયામાં થયેલી 18મી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે 10 મીટર એર પિસ્ટલ નિશાનાબાજી સ્પર્ધામાં ફાઇનલમાં જીતી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
છેલ્લા દિવસે ઈશા સિંહ અને ગૌરવ રાણાએ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતે આ વર્ષે 8 આઇએસએસએફ ટુર્નામેન્ટમાંથી 4 માં મેડલ મેળવ્યું છે. મધ્યપ્રદેશના ઐશ્વર્યા પ્રતાપે 1171 પોઇન્ટ્સ મેળવ્યા અને આઠ શૂટર્સની ફાઇનલમાં પહોંચીને 120 શૂટિંગ્સમાં ચોથા સ્થાને રહી હતી. તે પછી, ફાઇનલ રાઉન્ડમાં, તેણે 459.3 જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવીને સુવર્ણ ચંદ્રક જીત્યા. અગાઉ, ઐશ્વર્યાનો રેકોર્ડ 548.7 હતો, જે તેણે આ વર્ષે બેઇજિંગ વર્લ્ડ કપમાં કર્યો હતો.