Site icon hindi.revoi.in

દુર્ગા મંદીર ખંડીત મામલો થાળે પડતા મંદીરમાં આજે બે દિવસ બાદ પૂજા કરવામા આવી.

Social Share

નવી દિલ્હીઃ દુર્ગા મુર્તિ ખંડીત થવાના વિવાદે જોર પક્યું હતું ત્યારે ફરી એક વાર બુધવાર સવારના રોજ થી ફરી પૂજા શરૂ કરવામા આવી હતી. દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં 30 જુનના રોજ જે હિંસા થઈ હતી જેને લઈને લગબગ છેલ્લા સો વર્ષમાં આ પ્રથમ વાર એવું બન્યું હશે કે જ્યા દુર્ગા મંદીરમાં બે દિસવ સુધી પૂજા કરવામાં ન આવી હોય

 બે દિવસ પહેલા અહી કેટલાક અસામાજીક તત્વોએ મંદીરમાં તોડફોડ કરી હતી અને મંદીરમાં રહેલી દુર્ગા માતાની મૂર્તિને ખંડીત કરવાનું કૃત્ય કર્યું હતું. આ અસામાજીક બનાવમાં 3 વ્યકિતની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યાર બાદ આ વિસ્તારમાં ચુસ્ત પોલિસ બંદોસ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં તણાવ યુંક્ત વારાવરણ જોવા મળ્યું હતુ. સાથે સાથે બે જુથ વચ્ચે અથડામણ પણ થઈ હતી બન્ને સમુદાયના લોકોને સમજાવીને  મામલો થાળે પાડવામાં આવ્યો હતો ત્યારે સતત બે દિવસ પછી આ મંદીરમાં આરતી થઈ હતી જેને લઈને શ્રધ્ધાળુંઓમાં આનંદ જોવા મળ્યો હતો. આરતી સમયે ચુસ્ત પોલિસ બંદોબસ્ત કરવામાં  આવ્યો હતો. હિન્દું રક્ષાદળના કાર્યકરો દ્વારા હર હર મહાદેવના નારા લગાવામાં આવ્યા હતા અને હનુંમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો. 

લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને પોલિસે બધાને તે વિસ્તારમાંથી બહાર હટાવ્યા હતા જ્યારે  બન્ને પક્ષો એ શાંતિ જળવાઈ રહે તે માટે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં કમિટીમાં તારા ચંદ સક્સેના અને જમશેદ અલી સિદ્દીકી હાજર રહ્યા હતા. જમશેદ અલીએ આરોપીના ખિલાફ વાત કરીને તેઓને યોગ્ય સજા આપવાની વાત કરી હતી અને મંદીરમાં જે કઈ તોડફોડ થઈ છે તે માટે મુંસ્લિમ સમાજ શક્યબને તેટલી મદદ કરશે તેમ જણાવ્યું હતું અને હવે કાયમી મંદીરમાં સમયસર પૂજા થશે તેમ જણાવ્યું હતું આમ છેવટે બે દિવસ બાદ મંદીરનો વિવાદ સમેટાયો

Exit mobile version