Site icon hindi.revoi.in

દક્ષિણના દ્વારિકામાં પીએમની ભક્તિ, ગુરુવાયુરપ્પન મંદિર પહોંચ્યા મોદી

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચંડ બહુમતીથી લોકસભા ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેના પછી સરકાર હવે એક્શન મોડમાં છે. વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પ્રસિદ્ધ અને પાંચ હજાર વર્ષ જૂના ગુરુવયૂર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. પૂજારીઓ પ્રમાણે, મંદિરમાં પીએણ મોદી થુલાભારમ રસમની પણ અદાયગી પણ કરી છે. પૂજા બાદ પીએમ મોદી કેરળથી માલદીવ અને શ્રીલંકાની મુલાકાતે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ગુરુવાયુરપ્પન મંદિરમાં પૂજા કરવા માટે પહોંચતા હતા. હવે જ્યારે તેઓ ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે, તો ફરી એકવાર વિધિવિધાનથી પૂજાઅર્ચના કરવા માટે ગુરુવાયૂર મંદિર પહોંચ્યા છે. જે ગુરુવાયૂરના ગરુવાયુરપ્પન મંદિરને દુનિયામાં દક્ષિણના દ્વારિકા તરીકે ઓળખવામાં આવે છે, જે મંદિરમાં ભગવાના શ્રીકૃષ્ણ, ગરુવાયરપ્પન સ્વરૂપમાં વિરાજમાન છે, તે મંદિરનું નિર્માણ દેવગુરુ બૃહસ્પતિએ કરાવ્યું છે. આ મંદિરમાં પીએમ મોદી ભગવાન કૃષ્ણના આશિર્વાદ લેશે.

ભગવાન કૃષ્ણના આ મંદિરમાં પીએમ મોદી સંપૂર્ણ દક્ષિણ ભારતીય પરંપરાઓ મુજબ દર્શન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે મંદિરમાં ખાસ સાજ-સજાવટો કરવામાં આવી છે. મંત્રોચ્ચાર સાથે નરેન્દ્ર મોદીની પૂજા સંપન્ન થશે અને બાદમાં તેઓ માલદીવ માટે રવાના પણ થશે. પીએમ મોદીની ગુરુવયૂર મંદિરમાં પૂજાઅર્ચનાને કારણે સામાન્ય લોકો માટે મંદિરના દ્વારા સવારે નવથી 11 વાગ્યા સુધી બંધ રહેશે.

પૂજા બાદ પીએમ મોદી કૃષ્ણા હાઈસ્લ ગ્રાઉન્ડ પર સવારે 11 વાગ્યે એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. ભાજપ તરફથી આયોજિત આ જાહેરસભાને અભિનવ સભાનું નામ આપવામાં આવ્યું છે. પૂજારી પ્રમાણે, મંદિરમાં પીએમ મોદી થુલાભારમ રસમની અદાયગી પણ કરવાના છે. થુલાભારમ રસમમાં 112 કિલોગ્રામ કમળના ફૂલ ચઢાવવામાં આવે છે. ઈતિહાસકારો પ્રમાણે, ગુરુવાયૂર કૃષ્ણા મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે અને 1638માં તેના કેટલાક હિસ્સાનું પુનર્નિમાણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મંદિરમાં માત્ર હિંદુ જ પૂજા કરી શકે છે, અન્ય ધર્મોના લોકોને અંદર પ્રવેશ કરવા પર રોક છે.

ગુરુવાયુરપ્પન મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ મુખ્ય આકર્ષણોમાંથી એક છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે. ભગવાને એક હાથમાં શંખ અને બીજા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કર્યા છે. ભગવાનના ત્રીજા અને ચોથા હાથમાં કમળ છે. આશા કરવામાં આવે છે કે પીએમ મોદી મંદિરમાં વ્યવસ્થાને સુધારવા માટે કેટલાક મોટા એલાન કરે તેવી શક્યતા છે.

વડાપ્રધાન 9 જૂને તિરુપતિ પણ જવાના છે. ગત વખતે પીએણ જ્યારે તિરુપતિ ગયા હતા, ત્યારે તેમમે ઘણી યોજનાઓને શિલાન્યાસ પણ કર્યો હતો. આ વખતે ગુરુવાયૂરના લોકોને પણ આવી જ આશા છે. ફૂલોની મહેક અને ભક્તિના રંગોમાં સજાવાયેલું ગરુવાયુરપ્પનનું મંદિર ભગવાન શ્રીકૃષ્ણના જયકારાથી ગુંજી રહ્યું છે.

Exit mobile version