Site icon hindi.revoi.in

તેજસ એરેસ્ટ લેન્ડિંગ ટેસ્ટમાં પાસ, INS વિક્રમાદિત્ય પર ઉતર્યા બાદ રચી દેશે ઈતિહાસ

Social Share

લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસે એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તેજસ દેશમાં બનેલું પહેલું એવું યુદ્ધવિમાન છે, જેને એરેસ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળી છે. તેની સાથે જ હવે તેણે વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર લેન્ડિંગની દિશામાં મહત્વનું પગલું આગળ વધાર્યું છે.

બાદમાં તેને નેવીમાં પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ લેન્ડિંગ હેઠળ ઘણા ઓછા અંતરમાં એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવાનું હોય છે. તેમા સફળતા પ્રાપ્ત કરતાની સાથે જ એરક્રાફ્ટ કેરિયર પર ઉતારી શકાય છે.

શુક્રવારે તેનું પરીક્ષણ ગોવાના તટ પર કરવામાં આવ્યું છે. અહીંની કન્ડીશન ઠીક એવી જ હતી, જેવી સામાન્ય રીતે એરક્રાફ્ટ કેરિયર પર હોય છે. ત્ય્ ઘણા ઓછા સ્થાનમાં એખ નાનકડા ડેક પર એરક્રાફ્ટને લેન્ડિંગ કરાવવાનું હોય છે.

એરેસ્ટેડ લેન્ડિંગ કરાવનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બની શકે છે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને તાજેતરમાં ચીનમાં બનેલા એરક્રાફ્ટ જ આ લેન્ડિંગ કરી શક્યા છે. હવે આ ક્લબમાં ભારત પણ સામેલ થઈ ગયું છે.

ગોવાના સમુદ્રી તટ પર વારંવાર તેનું પુનરાવર્તન કરવામાં આવશે. તેમા સફળ થયા બાદ જ સાબિત થશ કે લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ-નેવી કોઈપણ એરક્રાફ્ટ કેરિયરના ડેક પર એસ્ટેડ લેન્ડિંગનું દબાણ સહન કરી શકે છે. પરીક્ષણ સફળ થવા પર તેને ભારતનું એકમાત્ર ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર લેન્ડ કરાવવામાં આવશે.

વિમાનના આઈએનએસ વિક્રમાદિત્યના ડેક પર પહોંચવા માટે એલસીએ-એનના એન્જિયનિયરો અને પાયલટોને આ વાત માટે આશ્વસ્ત થવું પડશે કે વિમાન 7.5 મીટર પ્રતિ સેકન્ડ (1500 ફૂટ પ્રતિ મિનિટ)ના સિંક રેટ (નીચે આવવાની ગતિ)થી ક્ષતિગ્રસ્ત થયા વગર યુદ્ધજહાજ પર પહોંચી શકે છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો અને પાયલટોને ભરોસો છે કે તે લેન્ડિંગ સર્ટિફિકેશનના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે.

Exit mobile version