Site icon Revoi.in

ટ્રેનની અડફેટે આવતા સાવજનોને બચાવવા લેવાયો મહત્વનો નિર્ણય

Social Share

જૂનાગઢઃ ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વનરાજોના ટ્રેનની અડફેટે મોત થવાની ઘટના અવાર-નવાર બનતા આવા બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા કેટલાક દિવસોથી પ્રયાસો કરવામાં આવતા હતા. ટ્રેનની અડફેટે સિંહના મોતની ઘટનાઓ અટકાવવા માટે ફાયબર બ્રેક્સ ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે સાવજોની રેલવે ટ્રેક પર આવન-જાવન અંગે ટ્રેન ચાલકને એલાર્મ દ્વારા જાણકારી મળશે. તંત્રના આ નિર્ણયથી વનરાજોના અપમૃત્યુના બનાવોમાં ઘટાડો થવાની શકયતા છે.

ભારતમાં સિંહોના ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલ વિસ્તારમાં સાવજોના ટ્રેનની અડફેટે મોત થવાની ઘટના પગલે સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ સરકારે પણ આવા બનાવોને અટકાવવા અસરકારક પગલા લીધા હતા. સાવજોની અવર-જવર વાળા રેલવે ટ્રકે પર ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી આવા બનાવોમાં ઘટાડો થયો હતો.

ગુજરાતની ઓગખ ગણાતા સાવજોને બચાવવા માટે રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં સિંહનાં રહેણાંક વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિ તથા શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે મોનીટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય નવ સંરક્ષક ડી.ટી વસાવડા, જૂનાગઠ રેન્જ હેઠળનાં પોલીસ અધિક્ષક, વીજતંત્રનાં અધિકારી, રેવલેનાં અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ બેઠકમાં સાવજોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે ફાઈબર બ્રેક્સ ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફાઇબર બ્રેક્સ ઓપ્ટિકલ કેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં ચાલકને સિંહોનાં આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોનાં ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે.