Site icon hindi.revoi.in

ટિકટોકને ખરીદવા માટે માઈક્રોસોફ્ટની સાથે જોડાશે આ કંપની

Social Share

મુંબઈ: ચીનની લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકમાં હિસ્સો મેળવવા ઇચ્છુક કંપનીઓમાં વોલમાર્ટનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેનાથી બચવા માટે તેની મૂળ કંપની બાઈટડાંસને 90 દિવસની અંદર પોતાની અમેરિકી કામગીરી કોઈ અમેરિકી કંપનીને વેચવી પડશે.

સૂત્રોથી મળતી જાણકારી અનુસાર વિશ્વની સૌથી મોટી રિટેલરે ટિકટોકનો અમેરિકી બિઝનેસ ખરીદવા માટે માઇક્રોસોફ્ટ સાથે સંયુક્ત બોલી લગાવી છે. માઇક્રોસોફ્ટ અને વોલમાર્ટની પહેલાથી જ વ્યવસાયી ભાગીદાર છે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જે રિટેલર સ્ટોર અને ઓનલાઇન શોપિંગ કારોબાર ચલાવવામાં મદદગાર છે.. 2018 માં બંને કંપનીઓએ પાંચ વર્ષ ભાગીદારી કરી હતી.. વોલમાર્ટે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટ અને ટિકટોક સાથેની ડીલ તેના વિજ્ઞાપનના વ્યવસાયને વધારવામાં અને વધુ દુકાનદારો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.

અમેરિકામાં ટિકટોકના 10 કરોડ યુઝર્સ છે…માઇક્રોસોફ્ટ ઉપરાંત ઓરેકલ જેવી અન્ય ટેક કંપનીઓએ પણ ટિકટોકની અમેરિકી કામગીરી ખરીદવામાં રસ દાખવ્યો હતો. જો કે, બાઇટડાંસએ આ મામલે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. વોલ સ્ટ્રીટ જનરલે એક અહેવાલમાં કહ્યું છે કે, બાઇટડાંસ ટિકટોકના અમેરિકી કારોબાર માટે 30 અબજ ડોલર સુધીની માંગ કરી શકે છે.

_Devanshi

Exit mobile version