ઝારખંડમાં મૉબ લિન્ચિંગની એક બીજી ઘટના સામે આવી છે ,રાજ્યના દુમકા જીલ્લામાં ચિન્હુટીયા ગામમાં લોકોના હાથે ચોર પકડાઈ જતા તેને માર મારી ને મોતને ઘાટ ઉતાર્યો હતો, દુમકાના એસપીએ જણાવ્યું કે આ ગામમાં ચાર ચોર ચોરી કરવાના ઈરાદાથી આવ્યા હતા ,ચોરી કરતા ચોરોને ગોમમા લોકોએ રંગેહાથ પક્ડ્યા અને તેમની પીટાઈ કરવાની શરુ કરી જે દરમિયાન એક ચોર મોતને ભેટ્યો ત્યારે બાકીના ત્રણ ચોર ભાગવામાં સફળ રહ્યા.
ગામ લોકો દ્વારા માર મારવામાં આવતા એક ચોર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો, મરનાર ચોર મોસ્ટ વોંટેડ અપરાધી હતો, ત્યારે ઘટનાને લઈને પાલીસે ગામના ચાર લોકોની અટકાયત કરી છે , ગામના લોકોની પોલીસ દ્રારા પુછતાછ કરવામાં આવી છે જાણકારી મુજબ ચોરોએ આનંદ લાલ મરાંડીના ઘરમાં ચોરી કરવાના પ્રયાસ કર્યો હતા.
આ ચાર ચોરો ત્યાથી અમુક સામાન લઈને ભાગવાના ફીરાકમાં હતા ત્યા જ ગામના લોકોની નજર આ ચાર ચોર પર પડી હતી , મરનાર ચોરનું નામ ભાલા હજારા છે, જે તાલઝારી વિસ્તારના અંતરીયાળ ગામ લોહારીયાનો રહેવાસી છે જેના વિરુદ્વમાં અનેક ચોરીના કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ચુક્યા હતા ત્યારે આ રાજ્યમાં મૉબ લિન્ચિંગની આ ત્રીજી ઘટના સામે આવી છે પહેલા પણ અન્ય બે ઘટનાઓ બની હતી.