Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના રઉફને સલામ, જીવ આપીને 7 પર્યટકોના બચાવ્યા જીવ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં માવૂરાની નજીક ગુરુવારે સાંજે લિદ્દર નદીમાં એક બોટ પલટી ગઈ હતી. જણાવવામાં આવે છે કે જે સમયે આ દુર્ઘટના થઈ, ત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. નદીમાં ઘણું તેજ વહેણ હતું. બોટ પર સવાર તમામ સાત પર્યટકો નદીમાં ડૂબી ગયા હતા. પરંતુ બોટ પર સવાર ગાઈડ રઉફ અહમદ ડારે જીવની પરવાહ કર્યા વગર આ લોકોના જીવ બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. તેણે તેજ વહેણ છતાં ડૂબી રહેલા પર્યટકોના જીવ તો બચાવી લીધા, પરંતુ ખુદ ડૂબી ગયો હતો.

માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. ઘટનાસ્થળ પર એસડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ હતી. તમામ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. અંધારાને કારણે ગાઈડને શોધી શકાયો નહીં. સવારે ફરીથી રઉફની શોધખોળનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં તેની લાશ ભવાની બ્રિજ પાસે લિદ્દર નદીમાં મળી આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.

રઉફ અહમદ ડારે પોતાનો જીવ આપીને સાત પર્યટકોના જીવ બચાવ્યા હતા, જેમાં બે વિદેશીઓ પણ સામેલ છે. અનંતનાગના ડેપ્યુટી કમિશનરે તેના સાહસિક કાર્ય માટે તેને સમ્માનિત કરવાનો નિર્ણય પણ કર્યો છે. તેમણે રઉફ અહમદનું નામ બહાદૂરી પુરસ્કાર માટે આગળ પણ મોકલ્યું છે.

Exit mobile version