Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પર ચહેલ પહેલ શરુઃશાળાઓ,ઓફિસ અને માર્કેટ રાબેતા મુજબ શરુ

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કઠુઆ અને સાંબા જીલ્લામાં પરિસ્થિતી સામાન્ય જોવા મળી છે, આ જીલ્લામાં શાળાઓ અને ઓફિસ પહેલાની જેમ શરુ કરી દેવાયા છે જેને લઈને શાંત રસ્તાઓ પર હવે હલન ચલન જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી સામાન્ય નજર આવતા વહીવટી તંત્રએ દરેક કૉલેજ અને સ્કુલને ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો, દરેક શૈક્ષણિક સંસ્થઆઓ અને કાર્યાલયોમાં હંમેશાની જેમ કામકાજ શરુ કરવામાં આવ્યુ હતું,

વહીવટી તંત્રએ સરકારી અધિકારીઓને તાત્કાલીક પોતાના કામ પર જવાના આદેશ આપ્યા હતા આ ઉપરાંત દરેક સ્કુલ પહેલાની જેમ ચાલુ કરવાની વાત કરવામાં આવી હતી, ચીફ સેક્રેટરી જમ્મુ કાશ્મીર તરફથી જાહેર કરવામાં આવેલા સુચનમાં કહેવામાં આવ્યું હતું કે દરેક સરકારી કર્મચારીઓ જે ડિવિઝનલ લેવલ અને જીલ્લા સ્તર પર કાર્યરત છે તે પોતાના કામ પર પરત ફરે.

ત્યારે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં દુકાનો પણ ખુલ્લી જોવા મળી છે,દુકાનો ખોલતાની સોથે લોકો ખરીદી કરવા ઘરથી બહાર નીકળી રહ્યા છે ,370 હટાવ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં લેતા બજાર ક્ષેત્ર પણ બંધ કરાવામાં આવ્યું હતું જેને લઈને લોકો વપરાશની ચીજ વસ્તુઓને લઈને હેરાન પરેશાન હતા ત્યારે બજાર ખુલતાની સાથે રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી,ધીરે ધીરે પરિસ્થિતી સામાન્ય થતી જાય છે પરતું હાલમાં પણ મોબાઈલ ઈન્ટરનેટ સેંવા બંધ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુરવાર રાત્રે દેશને સંબોધિત કરતા જમ્મુ-કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આ નવી વ્યવ્સ્થાથી ત્યાના લોકોને ચોક્કસ ફાયદો થશે, સાથે સાથે નોકરીની અનેક તકો પણ આપવામાં આવશે.આ ઉપરાંત બકરીઈદનો તેહવાર ઉજવવા માટે બહાર અભ્યાસ માટે રહેતા વિદ્યાર્થીઓ કાશમીર પોતાના વતન પરત ફરવા લાગ્યા છે,ઈદને ધ્યાનમાં રાખતા શ્રીનગરના જીલ્લા અધિકારી શાહિદ ચૌધરીએ કહ્યું કે “બહાર રહેતા જમ્મુ કાશ્મીરના લોકો માટે ઘર પરત ફરતા તેમની મદદ માટે યાત્રe સરળ રહે જેથી બસ અને કેબની સુવિધા કરવામાં આવી છે”

જમ્મુ-કાશ્મીર આવી રહેલા લોકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે વાહન વ્યવહારની સુવિધા આપવામાં આવી છે,આ સાથે ઈદ પર ઘરે આવનારા લોકો માટે ઉધમપુર અને જમ્મુથી ખાસ ટ્રેનની સુવિધા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોદીજીના સંબોધનમાં તેમણે કાશમીરી લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે બકરીઈદ પર ઘાટી પર રહેતા લોકોનું ખાસ ધ્યાન આપવામાં આવશે, જેથી કરીને ઘાટીના લોકો ખુશી સાથે ઈદ મનાવી શકે,તે માટે સરકાર તૈયાર છે

જો કે શ્રીનગરમાં હજુ વાતાવરણ તણાવયૂક્ત જોવા મળ્યું છે.કલમ 370 હટાવ્યાના આજે પાંચ દિવસ પછી પણ ઘાટી વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી છે, આ સાથે ધારા 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ઘણી જગ્યાઓ પર છૂટ પણ આપવામાં આવી છે.

આજ વહેલી સવારથી જ જમ્મુ કાશ્મીરમાં લોકોની હલન ચલન જોવા મળી રહી છે, લોકો પોતાના ઘરેથી બહાર નીકળતા જોવા મળે છે, શાકભાજી માર્કેટ,અનાજની દુકાનો ,મેડીકલ અને એટીએમ પર લોકોની ચહેલ પહેલ જોવા મળી રહી છે.

Exit mobile version