Site icon hindi.revoi.in

ચીન-પાકિસ્તના તણાવ વચ્ચે દેશની વાયુસેના સજ્જ – પ્રયાગરાજ પાસે બનશે એર ડિફેન્સ કમાન્ડ

Social Share

સમગ્ર દેશમાં એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન અને ચીન સાથે તણાણની સ્થિતિ પણ દેશની જોવા મળી રહી છે, જો કે આ બન્ને દેશોના તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા દેશની ત્રણેય સેનાને સજ્જ કરવામાં આવી રહી છે, સેનાને મજબુત બનાવવા તેમજ સતત ક્રિય કરવાના પ્રયત્નો હાથ ઘરાઈ રહ્યા છે, ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છથે જે મુજબ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને નવું એર ડિફેન્સ કમાન્ડ બનાવામાં આવી શકે છે, આ બાબત આવનારી 8 ઓક્ટબરના રોજ એરફોર્સ ડે પર જાહેર કરવામાં આવી શકે છે.

પ્રયાગરાજ એર ડિફેન્સ કમાન્ડને ભારતીય વાયુ સેનાના સેન્ટ્રલ કમાન્ડ સાથે જોડવામાં આવી શકે છે. અત્યાર સુધી સેન્ટ્રલ કમાન્ડમાં આગ્રા, ગ્વાલિયર અને બરેલી એરબેઝનો સમાવેશ થતો આવ્યો છે. આ કમાન્ડ બનાવાનો મુખ્ય હેતુ ત્રણેય સૈન્ય દળો વચ્ચે સુમેળ કરાવવાનો છે. તે ઉપરાંત દેશના માટો વાયુક્ષેત્રને સુરક્ષિત કરવાનો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી બાબતોના વિભાગે સશસ્ત્ર દળોના પુનર્ગઠનની પ્રક્રિયાને વધારે ઝડપી બનાવી છે. એરફોર્સના અધિકારીના નિર્દેશનમાં કમાન્ડ સ્ટ્રક્ચર તૈયાર કરવા માટેનું કાર્ય પણ ખુબ ઝડપી કરવામાં આવ્યું છે. જેનું નેતૃત્વ ભારતીય વાયુ સેનાના એર માર્શલ કરશે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે વિતેલી જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે, નવી એર ડિફેન્સ કમાન્ડ ત્રણે સેવાઓ વચ્ચે એકીકરણ માટે લાંબી પ્રક્રિયાના ભાગરુપે સ્થાપ્ત થનારી પ્રથમ નવી સંયુ્કત કમાન્ડ હશેભારતમાં અત્યાર સુધી માત્ર બે થિયેટર કમાન્ડ છે, જ્યારે 17 એકલ-સેવા મંડળના રુપમાં છએ જેમાં 7 સેના, 7 આઈએએફ અને 3 નોસેનાનો સમાવેશ થાય છે, ઓક્ટોબર વર્ષ 2001મા અડમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં પ્રથમ એક માત્ર ભૌગોલિક કમાન્ડ સ્થાપિક કરાયું હતું.

દેશના પરમાણુ શસ્ત્રાગારને સંચાલિત કરવા માટે “કાર્યાત્મક” વ્યૂહાત્મક બળ કમાન્ડ જાન્યુઆરી 2003 માં અસ્તિત્વમાં આવ્યુ હતું. આ સંદર્ભે, આઈએએફના વાઇસ ચીફ એર માર્શલ એચએસ અરોરાએ એક અભ્યાસ પણ કર્યો હતો જેમાં ત્રણયે સેનાની સેવાઓની સંપત્તિ સાથે પ્રાસ્તાવિક કમાન્ડની રચના પણ સૂચવવામાં આવી છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવતના હેઠળ થિયેટર કમાન્ડ સાથે સંયુક્ત સૈન્ય કમાન્ડ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ સિવાય સીડીએસ સંયુક્ત મરીન કમાન્ડના નિર્માણ પર પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેની સ્થાપના કેરળના કોચીમાં કરવામાં આવી શકે છે,દરેક સેનાનું પોતાનું એર ડિફેન્સ સેટ-અપ હોય છે. એર ડિફેન્સ કમાન્ડ એરફોર્સ, આર્મી અને નેવીને એકીકૃત કરશે. સંયુક્તપણે દેશના હવાઈ ક્ષેત્રનું રક્ષણ કરશે.

સાહીન-

 

 

 

Exit mobile version