- વિક્રમ લેન્ડર સલામત
- ઈસરો નિરાશ નથી,મિશન સફળ થવાની આશા છે હજુ
- વિક્રમ પડી ગયા પછી પણ પોતે કાર્યરત થઈ શકે છે
- વિક્રમ લેન્ડરન નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે
ચંદ્રયાન-2 મિશનને લઈને એક મોટી જાણકારી સામે આવી છે,ઈસરોના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડર હાલ પણ સુરક્ષિત છે તેને કોઈ પણ પ્રકાર નુકશાન થયુ નથી
ઇસરોના એક અધિકારીએ કહ્યું કે અમે લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આશા છોડી નથી. શનિવારે, જ્યારે લેન્ડર ચંદ્ર સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે હતું ત્યારે જ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો હતો .
ઈસરોના પાસેથી મળતી મીહિતી મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેકનોલૉજી છે, કે તે પડ્યા પછી પણ તેની જાતેજ સ્ટેબલ થઈ શકે છે,પરંતુ તેના માટે જરુરી છે કે તેના કમ્યૂનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ જાય અને તેના દ્વારા કમાન્ડ રિસીવ થઈ શકે.
ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ઇસરોના ધાર્યા મુજબ લેન્ડ ન થતા પણ ઈસરો હજી નિરાશ નથી થયું. એ જુદી વાત છે કે વિક્રમ લેન્ડર તેની નિશ્ચિત જગ્યાથી આશરે 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર પડી ગયુ છે, પરંતુ જો ઈસરોનો તેની સાથે સંપર્ક સ્થાપિત થાય તો તે ફરી કાર્યરત થઈ શકે છે. ઇસરોના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચંદ્રયાન -2 ના વિક્રમ લેન્ડર પાસે એ ટેકનોલોજી છે કે તે તેના પતન પછી પણ પોતાની રીતે કાર્ય રહી શકે છે, પરંતુ તે માટે તેના સંપર્ક સિસ્ટમનો સંપર્ક કરી અને આદેશ મેળવવો જરૂરી છે.
વિક્રમ લેન્ડર પાસે ઓનબોર્ડ કમ્પ્યુટર છે જે પોતે પણ ઘણા કાર્યો કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટીના જ દબાય ગયું છે કે જેના દ્વારા સંદેશા વ્યવહાર સિસ્ટમને આદેશ મોકલી શકાય છે. હમણાં ઇસરોના વૈજ્ઞાનિકો કોઈક રીતે વિક્રમ લેન્ડરને આ એન્ટીના દ્વારા તેના પગ પર ઊભા રહેવા આદેશ આપવાનો પ્રયત્નો કરી રહ્યા છે.
વિક્રમ લેન્ડર કઈ રીતે ફરી કાર્યરત થઈ શકે
ઈસરો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વિક્રમ લેન્ડરન નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે,તેના માધ્યમથી ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું,તે ઉપરાંત વિક્રમ લેન્ડરની ચારે બાજુ પણ થ્રસ્ટર્સ લોગેલા છે,જે અંતરીક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ન કરવામાં આવે છે જે હાલ સુરક્ષીત છે, લેન્ડરના જે ભાગમાં એન્ટીના દબાયું છે તે ભાગમાં જ આ થ્રસ્ટર્સ લાગેલા છે,જો પૃથ્વી પર સ્થિત ગ્રાઉંડ સ્ટેશનથી મોકલવામાં આવેલા શંદેશને સીધા અથવા ઓર્બિટના માધ્યમથી દબાયેલા એન્ટીનાએ જો રિસીવ કરી લીધુ તો તેના આ થ્રસ્ટર્સને ચાલું કરી શકાય છે, થ્રસ્ટર્સ ચાલું થતાની સાથે જ વિક્રમ એક બાજુથી ફરી સ્ટેબલ થઈને કાર્યરત થઈ શકે છે,જો આમ થયું તે મિશન સાથે જોડાયેલા તે બધાન પ્રયોગો સફળ થઈ જશે જે ઈસરોએ ચંદ્રયાન-2 મિશનને લઈને યોજ્યા હતા.