Site icon hindi.revoi.in

ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે કમલનાથ સરકારનો ખરડો રજુઃ 5 વર્ષની સજા સહિત 50 હજારનો દંડ

Social Share

ગોરક્ષાના નામ પર થઈ રહેલી હિંસાને રોકવા માટે મધ્ય પ્રદેશ સરકારે “મધ્ય પ્રદેશ ગોવંશ વધ પ્રતિષેધ વિધેયકઃ2019”ને બુધવારના રોજ મોનસુન સત્રમાં રજુ કર્યુ હતુ.આ કાનુંન બનવા પર ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે એમપીમાં 6 મહિનાથી લઈને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે તો સાથે સાથે ગોવંશને લાવનાર કે લઈ જનાર વ્યક્તિને આ માટે અભિવહન અનુજ્ઞા પત્ર આપવામાં આવશે જેના કારણે ગોવંશને લાવવામાં આવનારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે.

મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી લાખન સિંહ યાદવ દ્રારા સદનમાં રજુ કરવામાં આવેલા આ ખરડા મુજબ જો ખરડો પસાર થાય અને તેને મંજુરી મળી જાય તો ખરડા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એકલો ગોરક્ષાના નામે હિંસા કરશે તો તેને છ મહિના થી લઈને 3 વર્ષની જેલની સજા થશે સાથે સાથે 25 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવશે ત્યારે ગાયના નામ પર કાનુંનના વિરોધ જઈને ભેગી થયેલી ભીડમાં જો કોઈ વ્યક્તિ દ્રારા હિંસા કરવામાં આવશે તો તેવા વ્યક્તિને 5 વર્ષની સજા ને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે જેના ઉલ્લેખ આ ખરડામાં કરવામાં આવ્યો છે.

કમલનાથ સરકાર દ્રારા રજુ કરવામાં આવેલા ખરડા મુજબ જો ગુનેગાર ફરિ બીજી વખત આજ અપરાધ કરશે તો તેના સજા બેગણી કરવામાં આવશે આ ખરડા પ્રમાણે ગોરક્ષાના નામ પર હિંસા કરનાર કોઈ વ્યક્તિને પૂર્વ ન્યાયાલયમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે અને ફરી તે બીજી વાર આજ પ્રકારનો ગુનો કરે તો તેના આ ગુનામાં તેને કારાવાસની બે ગણી સજા ફટકારવામાં આવશે.

આ રજુ થયેલા બિલના મારફતે મધ્ય પ્રદેશની સરકાર રાજ્યમાં ગોવંશ પરિવહનના નિયમોમાં બદલાવ પમ લાવશે, જેના કારણે રાજ્યમાં ગોવંશ પરિવહનમાં સરળતા રહે જેના માટે ખરડામાં કહેવામાં આવ્યું છે કે ગોવંશ પરિવહન માટે ક આજ્ઞાપત્ર પવામાં વશે જેના કારણે આવવા જવામાં કી રોકટોક ન લગાવી શકે અને સરળતાથી ગોવંશનું પરિવહન થઈ શકે.

Exit mobile version