Site icon hindi.revoi.in

ગરીબ મુસાફરો માટે માઠા સમાચારઃ ગરીબ રથ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનમાં ફેરવાશે ,એસીની સસ્તી મુસાફરી થશે બંધ

Social Share

ભૂતપુર્વ રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવએ 2006માં ગરીબ લોકોનું એસી ટ્રેનમા મુસાફરી કરવાનું સપનું સાકાર થાય તે માટે ગરીબ રથ એક્સપ્રેસની શરુઆત કરી હતી, પરંતુ હાલની કાર્યરત સરકારે હવે ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં બદલવાની તૈયારી કરી રહી છે એટલે કે ગરીબ રથ ટ્રેન હવે બંધ થવાની તૈયારીમાં છે.

આ સાથે સૌથી પહેલા પૂર્વોત્તર રેલવેથી ચાલનારી કાઠગોદામ- જમ્મું અને કાઠગોદામ-કાનપુર સેંટ્રલ ગરીબ રથને 16 જુલાઈથી મેલ એક્સપ્રેસના રૂપાંતર કરી દેવામાં આવી છે એટલે કે હવે ગરીબ રથનો સસ્તો સફર બંધ થઈ ગયો છે.

રેલવેનું કહવું છે કે ગરીબરથના કોચ બનવાના બંધ થઈ ચુક્યા છે, એટલે એમ કહી શકાય કે રેલની પટરી પર જે ટ્રેન દોડી રહી છે તે 14 વર્ષ જુની છે તેવા માં હવે ગરીબ રથના કોચને મેલ એક્સપ્રેસમાં બદલવામાં આવશે જેની શરૂઆત પણ થઈ ચુકી છે

ગરીબ રથ ટ્રેનને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનમાં ફેરવતાની સાથે જ ટ્રેનનું ભાડુ પણ વધારી દેવામાં આવશે ,જેથી ગરીબરથનો સસ્તો સફર હવે પુરો થશે. દેશભરમાં અંદાજે 26 ગરીબરથ ટ્રેન દોડાવવામાં આવતી હતી જે હવે ધીરે ધીરે મેલ એક્સપ્રેસમાં ફેરવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રગીબ રથમાં 12 કોચ હોય છે અને બધાજ કોચ 3એસી કોચ હતા જ્યારે હવે ટ્રેનો મેલ ટ્રેનમાં બદલતાની સાથે જ આ યોજના મુજબ ટ્રેનના કોચની સંખ્યા 12 થી વધીને 16 કરવામાં આવશે. આ 16 કોચના થર્ડએસી . સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે.
ઉલ્લેખનીય 2005મા જ્યારે લાલુ પ્રસાદ યાદવે આ ગરીબ રથ ટ્રેન ચલાવવાનું શરુ કર્યું કર્યુ હતુ ત્યારે તેમની ખુબજ વાહ વાહ થઈ હતી જેનું કારણ હતુ કે દરેક ગરીબ લોકોને એસી ટ્રેનમાં અને સસ્તા ભાડામાં મુસાફરી કરવાના સપનાઓ પુરા થવાના હતા.

ગરીબ રથ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટ્રેનના દરેક કોચ થર્ડ એસીના રુપમાં છે જ્યારે તેનું ભાડુ સામાન્ય થર્ડ એસીની કમ્પેરમાં 40 ટકા સુધી વધુ છે. યાત્રીઓને ખાણી પીણી અને બેડ માટે અલગથી પૈસા ચુકવવાના હોય છે ,એક બેડ માટે 25 રુપિયા ચુકવવાના હોય છે જેમાં એક તકીયુ એક કમ્બલ અને બે ચાદરનો સમાવેશ થાય છે.

જો ઉદાહરણના રુપમાં જોવા જઈએ તો હાલમાં આનંદ વિહાર રેલ્વે સ્ટેશનથી પટનાનું ગરીબ રથનું ભાડું 900 રુપિયા છે જ્યારે મેલ એક્સપ્રેસ ટ્રેનનું એસી-3 ક્લાસનું ભાડું 1300 રુપિયા છે એટલે કે કુલ 400 રુપિયાનો તફાવત જોઈ શકાય છે.

સૌથી પહેલી ગરીબ રથ ટ્રેન સહરસા-અમૃતસર એક્સપ્રેસ હતી ,જે 5 ઓક્ટોબર 2006ના રોજ બિહારના સહરસા થી પંજાબના અમૃતસર વચ્ચે શરુ કરવામાં આવી હતી આ ટ્રેનમાં એસી3 ને ચેયરકાર હોય છે.

Exit mobile version