Site icon hindi.revoi.in

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકોઃ ગુજરાતમાં 40 નેતાના રાજીનામાં

Social Share

ગુજરાત રાજ્યમાં જગન્નાથ રથયાત્રાને લઈને પથ્થરમારો જેવી ઘટના બની હતી જેને લઈને રાજકરણમાં ગરમાટો જોવા મળ્યોં છે, કોગ્રેસ પાર્ટીના 40 નેતાઓ આ ઘટનાને વખોળતા રાજીનામાં આપ્યા છે.નેતાઓ પાર્ટીના અધ્યક્ષના વર્તનથી નારાજ લાગી રહ્યા છે.
ગુજરાતમાં કોગ્રેસના નેતાઓ પથ્થરમારાની ઘટનાને લઈને પોતાના પાર્ટીના અધ્યક્ષથી રીસાયા છે, સુરતમાં રથયાત્રાના દિવસે થયેલા પથ્થરમારાને લઈને કોર્ગેસ પાર્ટીના નેતાઓએ પોતાનીજ પાર્ટીના અધ્યક્ષ પરિમલ સિંહ પર નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવ્યો છે.
સુરતમાં બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે ભીડને કાબુમાં કરવા હવામાં ફાયરીંગ પણ કર્યુ હતું તે ઉપરાંત આસૂં ગેસના ગોળા પણ છોડ્યા હતા. જ્યારે ધટનાને લઈને કોંગ્રેસના એક નેતા ઐયૂબ સૈયદે જણાવ્યું હતુ કે, “કોગ્રેસ અધ્યક્ષની એક રેલી કાઢવામાં અને ઝારખંડ મોબ લિંચિંગની ઘટનામાં અમારુ સર્થન કર્યું ન હતુ જેના કારણે પાર્ટીના 22 નેતાઓએ રાજીનામાં આપ્યા છે” જ્યારે રાણાએ આ રાજીનામાં નો સ્વીકાર કરી લીધો છે આ બનાવને તેઓ શાંતિપૂર્ણ રીતે પતાવવા માંગે છે.
એક મિડિયા સાથેની વાતચીતમાં પરિમલ રાણાએ કહ્યું કે,”સોમમવારે અમે એક બેઠક યોજી હતી જેમાં રાજીનામાં આપનાર નેતાઓને ફરી એકવાર વિચાર કરવાની તક આપી હતી પરંતુ તેઓ પોતાની વાત પર અડગ રહ્યા હતા જેને લઈને અમે રાજીનામાં નો સ્વીકાર કર્યો છે”
ભરૂચ શહેર કોગ્રેસ મહાસચિવ ધીરેન કટારિયાએ જણાવ્યું હતું કે, “રથયાત્રા સમયે થયેલ પથ્થરમારાની ઘટના વિરૂધ જે કાર્યક્રમ રચ્યો હતો અને રેલી કાઢી હતી તેમાં તેઓ એ અમને સાથ આપ્યો ન હતો તથા મામલામાં તેઓના તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો જેના કારણે અમારે રાજીનામાં આપવા પડ્યા” આમ કોંગ્રેસ પર ક પછી એક ખતરો મંડાય રહ્યો છે દેશભરમાં ધણી બધી જગ્યાએથી નેતાઓ રાજીનામાં આપવાના રવાડે ચડ્યા છે.

Exit mobile version