Site icon hindi.revoi.in

કેદારનાથના પદયાત્રા માર્ગ પર ભુસ્ખલનઃ 8 લોકો ધાયલ

Social Share

ઉત્તરાખંડના કેદારનાથમાં ચાલતા જતા રસ્તા પર આજે ભૂસ્ખલન થવા પામ્યું છે જેમાં કુલ 8 યાત્રિઓ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે જ્યારે ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ હાજર છે તથા બચાવકાર્ય શરુ છે.
ચોમાસાની સીઝન શરુ થતાની સાથે જ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનવા લાગે છે જેમાં કેદારનાથ પણ આ ઘટનાનો ભોગ બન્યું છે જેમા રસ્તે ચાલતા પદયાત્રિકો ભૂસ્ખલનમા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ભૂસ્ખલન થનારા રસ્તા પર ઘોર અંધારુ પણ છવાયેલું છે ત્યારે ઘટના સ્થળ પર એસડીઆરએફ અને પોલીસની ટીમ તૈનાત છે.
રદ્રપ્રયાગ કંટ્રોલ રુમમાં જાણકારી મળી હતી કે ભીમબલીથી આગળ રામબાળા પાસે ભૂસ્ખલન થવા પામ્યું છે જેમાં 6 થી 8 લોકો ઘાયલ થયા છે તો કેટલાક લોકો માટીના ઢગલામાં દબાયા હોય તેવી પણ શંકાઓ સેવાઈ રહી છે, જ્યારે ભીમબલીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે તો બીજી બાજુ સોનપ્રયાગથી એક ટીમ ભીમબલી માટે મોકલવામાં આવી છે. આજ રોજ પિથૌરાગઢ અને ઘાટના વચ્ચે એનએચ 9 માર્ગને 72 કલાક માટે બંઘ કરવામાં આવ્યો છે. પ્રસાસનનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે

Exit mobile version