કોંગ્રેસના બીજેપી પર આરોપ
કોંગ્રેસ પાર્ટીનું વિરોધ પ્રદર્શન
બીજેપી ખરીદી રહ્યા છે કોગ્રેસના નેતાને
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દોડ મુકી
કોંગ્રસ પર જાણે સંકટના વાદળો હટવાનું નામ જ નથી લેતા ત્યારે આજે ફરી કોંગ્રેસના સાંસદો ધરણા પર ઉતરી આવ્યા છે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાં પાસે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પૂર્વ આધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પૂપી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યા છે.આ ધરણામાં પાર્ટીના બીજા કેટલાક નેતાઓની પણ ઉપસ્થિતી જોવા મળી છે
કોંગ્રેસે બીજેપી પર આરોપ લગાવ્યો છે ,જેમાં કહેવામાં આવ્યું છે કે બીજેપી કોંગ્રેસના નેતાઓને ખરીદવા માંગે છે, બીજેપી સરકાર અમારા નેતાને ખરીદીને કર્ણાટકની સરકારને પાડવા માંગે છે આમ કોંગ્રેસએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે ગોવાના સાસંદોનો મુદ્દો પણ ઉઠાવીશું સાથે સાથે ગોવા અને કર્ણાટક બન્ને સદનમા વિરોધ પ્રદર્શન પણ કરીશું .જ્યારે આ વિરાધ પ્રદર્શન અંગે પૂર્વ અધ્યક્ષ રાહુલે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યુ કે અમે અહિયા કર્ણાટક ને ગોવાના મુદ્દા પર વિરાધ પ્રદર્શન કરી રહ્યા છે.
બુધવારે ગોવામાં એક રાજનૈતિક કાર્યક્રમાં બીજેપી એ કોંગ્રેસના દસ સાંસદોને પોતાની તરફ કર્યા હતા ,જ્યારે હવે કોગ્રસ પાસે 5 જ સાસંદ બચ્યા છે, ગોવામાં કોંગ્રેસ અને ભાજપના વરીષ્ટ નેતાઓ વચ્ચે મતભેદ સર્જાયો હતો ,ત્યાર બાદ રાજ્ય વિધાનસભામાં બીજેપી સાંસદની સંખ્યા 17થી વધીને 27 થઈ ચુકી છે
આ બાજુ કર્ણાટકમાં રાજકારણમાં ઉથલપાથલ મચી છે તો બીજી બાજુ ગોવામાં બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ પાર્ટી પૂરજોશમાં વિરાધ પ્રદર્શનના મૂડમાં જોવા મળી રહી છે , જ્યારે બીજી તરફ બીજેપીની પાર્ટીએ રાજ્યપાલ વજુભાઈ વાળાથી આગ્રહ કર્યો છે કે તેઓ એચડી કુમારસ્વામી સરકારને શક્તિ પરિક્ષણ કરવાનો આદેશ આપે સાથે સાથે કોંગ્રેસના બે સાંસદે ગઈ કાલે રાજીનામા આપ્યા હતા જે વાતને લઈને કોંગ્રેસમાં ચિંતા વધી રહી છે.