- એમેઝોનના જેફ બેજોસે બનાવ્યો રેકોર્ડ
- 200 અરબ ડોલરની સંપતિ ધરાવનાર પહેલા વ્યક્તિ
- બેઝોસની સંપત્તિમાં 87.1 અરબ ડોલરનો વધારો
મુંબઈ: એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસે નવો રેકોર્ડ બનાવ્યો છે…તે દુનિયાના સોથી પહેલા વધુ સંપતિ ધરાવનાર વ્યક્તિ બન્યા છે…. જેફ બેજોસની સંપત્તિ 200 અરબ ડોલરને પાર પહોંચી ચુકી છે. ભારતીય કરન્સીમાં તે લગભગ 14859.30 અરબ રૂપિયા થાય છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, એમેઝોનના શેર રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચવાને કારણે બેઝોસની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો… જેથી તે 200 અરબ ડોલર સપંત્તિવાળા દુનિયાના પહેલાં વ્યક્તિ બની ગયા છે…
એલન મસ્કની સંપત્તિ પણ 101 ડોલર પર પહોંચી ચૂકી છે. ફેસબૂકના માર્ક ઝુકરબર્ગ ઓગસ્ટ મહિનામાં જ 100 અરબ ડોલરના ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે… જયારે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 8.5 અરબ ડોલરનો વધારો થયો હતો.
કોરોના મહામારીને કારણે વિશ્વના તમામ દેશોની જીડીપીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લાખો-કરોડો લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે… ત્યાં દુનિયાના આ 500 સૌથી અમીરોની સંપત્તિમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 14 ટકા વધી છે.
એલન મસ્કની સંપત્તિમાં 73.6 અરબ ડોલર વધી છે, તો બેઝોસની સંપત્તિમાં 87.1 અરબ ડોલર વધી છે…. હાલ આ સમયે મુકેશ અંબાણી દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ છે. અને તેઓની સંપત્તિ 81.1 અરબ ડોલર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફેસબૂક અને અન્ય કંપનીઓનાં રોકાણને કારણે અંબાણીની સંપત્તિમાં ધરખમ ઉછાળો થયો છે.
(Devanshi)