નવી દિલ્હી: નૌસેનાના નવા પ્રમુખ વાઈસ એડમિરલ કરમબીરસિંહે શુક્રવારે પદભાર ગ્રહણ કર્યો છે. એડમિરલ કરમબીરસિંહે એડમિરલ સુનીલ લાંબાના સ્થાને નૌસેના પ્રમુખ તરીકેને પદભાર સંભાળ્યોછે. નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે કહ્યુ છે કે મારા પુરોગામીએ સુનિશ્ચિત કર્યું કે નૌસેના પાસે એક નક્કર આધાર છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી ગયા છે. મારો પ્રયાસ રહેશે કે હું તેમની કોશિશોને ચાલુ રાખું અને રાષ્ટ્રને એવી નૌસેના પ્રદાન કરું કે જે મજબૂત, વિશ્વસનીય અને સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તૈયાર હોય.
મહત્વપૂર્ણ છે કે સરકારે ભૂમિસેનાની જેમ નૌસેનામાં પણ સિનિયર હોવા છતાં જૂનિયર ઓફિસરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
વાઈસ એડમિરલ કરમબીરસિંહથી છ માસ વરિષ્ઠ વાઈસ એડમિરલ બિમલ વર્માએ આની વિરુદ્ધ આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં અપીલ કરી રાખી છે. 29 મેના રોજ ટ્રિબ્યૂનલે જ વાઈસ એડમિરલ કરમબીરસિંહના પ્રમુખ બનવાને લઈને લીલીઝંડી દર્શાવી હતી. પરંતુ એ પણ કહ્યુ હતુ કે આખરી નિર્ણય વાઈસ એડમિરલ બિમલ વર્માની અરજી પર નિર્ણય બાદ જ થશે.
આ પહેલા વાઈસ એડમિરલ બિમલ વર્માએ આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં નવા બનનારા નૌસેના પ્રમુખ વાઈસ એડમિરલ કરમબીર સિંહ વિરુદ્ધ ફરીથી નવી અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલમાં બુધવારે વાઈસ એડમિરલ બિમલ વર્માની આ અરજી પર સુનાવણી થઈ હતી. સૂત્રો પ્રમાણે, વાઈસ એડમિરલ વર્માએ ટ્રિબ્યૂનલથી આ અનુરોધ કર્યો હતો કે તે તેમની અને કરમબીરસિંહના સર્વિસ રેકોર્ડને મંગળવારે જોયો અને નક્કી કર્યું કે ક્યાંક કોઈ બહારના દબાણમાં આવીને આ નિર્ણય તો લેવામાં આવ્યો નથી.
અંદમાન-નિકોબાર કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ બિમલ વર્માએ નવા થનારા નૌસેનાના પ્રમુખ વાઈસ એડમિરલ કરમબીરસિંહની નિમણૂકને પડકારી હતી. શનિવારે જ સંરક્ષણ મંત્રાલયે વાઈસ એડમિરલ બિમલ વર્માની કાયદેસરની અરજીને નામંજૂર કરી હતી. બિમલ વર્માએ કહ્યુ છે કે તેઓ કરમબીરસિંહથી છ માસ વરિષ્ઠ છે. માટે તેમને નૌસેના પ્રમુખ બનાવવામાં આવે. આના સંદર્ભે સરકારનું કહેવું છે કે માત્ર વરિષ્ઠતાના આધારે જ પ્રમુખ બનાવી શકાય નહીં. પરંતુ અન્ય માપદંડ પણ મહત્વ ધરાવે છે.
સૂત્રોનું કહેવું છે કે વાઈસ એડમિરલ વર્માને નેવી ચીફ નહીં બનાવવા પાછળનો આધાર તેમને ઓપરેશનલ કમાન્ડનો અનુભવ નહીં હોવો, નેવી વોર રૂમ લીકમાં તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્ફણી અને પીવીએસએમનું નહીં મળવું છે.
વાઈસ એડમિરલ બિમલ વર્માના પુત્રી રિયા વર્માએ એક ટેલિવિઝન ચેનલને ક્હ્યું હતું કે અમે સરાકરના નિર્ણયથી સંતુષ્ટ નથી. અમને લાગે છે કે અમારી સાથે ન્યાય થયો છે અને આ ખતરનાક ચલણ છે. જેમાં જૂનિયરને ચીફ બનાવાય રહ્યા છે.