Site icon hindi.revoi.in

એક દિવસના બ્રેક બાદ ફરી પેટ્રોલની કિંમતમાં વધારો

Social Share

નવી દિલ્લી: બુધવારે એક દિવસનો બ્રેક લીધા બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમત સ્થિર રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં 16 ઓગસ્ટથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ .1.40 રૂ. નો વધારો થયો છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં નવ પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ 81.83 રૂ., 83.33 રૂ, રૂ. 88.48 રૂ.અને 84.82 રૂ. પ્રતિ લિટર થઈ ગયો છે.

ચાર મહાનગરોમાં ડીઝલનો ભાવ ક્રમશ 73.56 રૂ., 77.06 રૂ, 80.11 રૂ.અને 78.86 રૂ. પ્રતિ લિટર સ્થિર છે… એક દિવસ પહેલા બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો… જ્યારે તે પહેલા સતત છ દિવસ સુધી દરરોજ પેટ્રોલના ભાવમાં વધારો થયો.

_Devanshi

Exit mobile version