Site icon hindi.revoi.in

ઉન્નાવ રેપ કેસની સુનાવણી માટે AIIMSમાં કામચલાઉ કોર્ટની રચનાઃ થોડીવારમાં પીડિતાનું બયાન લેવાશે

Social Share

ઉન્નાવ રેપ પીડિતા મામલામાં હવે જલ્દી સુનાવણી થશે,દિલ્હી હાઈકોર્ટની સુચના અને પરવાનગી પછી એઈમ્સના ટ્રામા સેન્ટરમાં અસ્થાયી કોર્ટની રચના કરવામાં આવી છે,બુધવારના રોજ પીડિતાનું બયાન લેવામાં આવશે,આ કેસની સુનાવણી માટે જજ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે

પીડિતાનું બયાન બંધ રુમાં લેવામાં આવશે,આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના ઓડીયો કે રેકોર્ડીંગની મનાઈ કરવામાં આવી છે,આ માટે કોર્ટે એઈમ્સના વહીવટકર્તાઓને આદેશ આપ્યા છે,તે ઉપરાંત સુનાવણી સમયે સેમિનારના હૉલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવશે.

ઉન્નાવ રેપની ઘટનામાં એઈમ્સ હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે,બે દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટના આદેશ પછી એઈમ્સમાં અસ્થાયી અદાલત રચવાની પ્રક્રીયા ચાલી રહી છે,એઈમ્સના જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રૉમા સેન્ટરના પ્રથમ માળે સેમિનાર હૉલમાં આ બયાન લેવામાં આવશે,જ્યા હાલ થોડી જ વારમાં પીડિતાનું બયાન લેવામાં આવશે

પીડિતાની ગવાહીની સંપૂર્ય પ્રક્રીયા બંધ રુમમાં કરવામાં આવશે,આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના ઓડિયો કે વીડિયો રેકોર્ડ કરવામાં નહી આવે જેના કારણે કોર્ટે એઈમ્સના વહીવટકર્તાઓને સીસીટીવી પણ બંધ રાખવાના આદેશ આપ્યા છે.આ સમય દરમિયાન પીડિતા ને આરોપીનો આમનો સામનો ન થાય તેવી પણ પુરી તકેદારી રાખવામાં આવશે

શું હતી ઉન્નાવ રેપ કેસની સમગ્ર ઘટના

ઉન્નાવ જીલ્લાના બાંગરમઉ ઘારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની કારને ગયા મહિનાની 28 જુલાઈના રોજ રાયબરેલીથી ઉન્નાવ પાછા ફળતા સમયે સામેથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી,આ ઘટનામાં પીડિતા યૂવતીની બે મહિલા સંબંધીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ધાયલ થયેલા હતા.

ત્યારે બીજી તરફ ઉન્નાવ રેપ કેસ આરોપી કુલદિપ સિંહ સેંગર પર કાનુનની કાર્યવાહી સતત ચાલુ છે,દિલ્હીની તીસ હજારી કોર્ટે ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની હત્યાના મામલે કુલદિપ સિંહને આરોપી ગણાવ્યો છે, તાજેતરમાં જ દિલ્હીની હાઈકોર્ટમાં સુવાનણી દરમિયાન કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે,પીડિતના પિતાને મારી નાખવામાં આવ્યા છે,કોર્ટે કહ્યું કે,આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું છે કારણ કે પીડિતા આ મામલાની ફરિયાદ ન કરે .

Exit mobile version