ચીન દ્વારા ઉઈગર મુસ્લિમોના શોષણના અહેવાલ નવા નથી. ચીન પોતાની જેલમાં ઉઈગર મુસ્લિમોને તેમની પરંપરાઓ છોડવા, ઈસ્લામિક પ્રથાઓની નિંદા કરવા અને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર બનાવવા માટે મજબૂર કરે છે. આ કડીમાં એક અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ છે કે એક ઉઈગર સ્ટૂડન્ટ ઈજીપ્ત ભણવા માટે ગયો. એક દિવસ આ વિદ્યાર્થી અબ્દુલ મલિક અબ્દુલ અજીજને ઈજીપ્તની પોલીસે એરેસ્ટ કરી લીધો અને તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી. પરંતુ જ્યારે તેની આખો પરથી પટ્ટી હટાવવામાં આવી તો તે ચીની અધિકારીઓની કસ્ટડીમાં હતો.
ઉઈગર વિદ્યાર્થી આ જોઈને અચંભિત હતો કે તેની ધરપકડ કરીને પોલીસ તેની આવી રીતે પૂછપરછ કરી રહી છે. અહેવાલ મુજબ, સ્ટૂડન્ટે ત્યારે એરેસ્ટ કરવામાં આવ્યો, જ્યારે તે પોતાના દોસ્તો સાથે હતો અને પછી તેને તથા તેના મિત્રોને કાહિરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ચીની અધિકારીઓએ તેની પૂછપરછ કરી કે તે ઈજીપ્તમાં શું કરી રહ્યો છે?
ચીની અધિકારીઓએ સ્ટૂડન્ટ અને તેના મિત્રો સાથે ચીની ભાષામાં વાત કરી અને વિદ્યાર્થીને ચીની નામથી સંબોધિત કર્યો. બાદમાં અબ્દુલ અઝીઝે ખુલાસો કર્યો કે 2017માં 90થી વધારે ઉઈગરોની ધરપકડ ચીનના ઈશારે ઈજીપ્તમાં કરવામાં આવી હતી.
જુલાઈ-2017ના પહેલા સપ્તાહમાં 3 દિવસ સુધી થયેલી કાર્યવાહી સંદર્ભે અબ્દુલ અઝીઝે નવો ખુલાસો કર્યો હતો. તે સમયે તે સુન્ની મુસ્લિમ શૈક્ષણિક સંસ્થા અલ-અઝહરમાં ઈસ્લામિક ધર્મશાસ્ત્રનો વિદ્યાર્તી હતો. મહત્વપૂર્ણ છે કે આ સંસ્થા દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે.
ચીનની આવી હરકતથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તે ઉઈગર મુસ્લિમોને સતાવવાની પોતાની આદતથી એટલું મજબૂર છે કે તેમને સતાવવા માટે તે અન્ય દેશમાં પણ ષડયંત્ર રચવાથી બાજ આવી રહ્યું નથી. બીજા દેશોમાં પણ સ્ટૂડ્ન્ટ્સ સુધીના લોકોની અચાનક ધરપકડ ઉઈગરોની પ્રત્યે ચીનની નિયતને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.
આના પહેલા સંયુક્ત રાષ્ટ્રે ચીનના ઉઈગર મુસ્લિમોના માનવાધિકારોના સમ્માન કરવાની પણ સલાહ આપી હતી. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યુ છે કે ચીનના ઉઈગર મુસ્લિમોના માનવીય અધિકારોની સુરક્ષા કરવી જોઈએ. ગુટેરસે ચીનના વાટાઘાટકારો સાથે વાતચીમાં આ વાત કહી હતી. બીજિંગમાં બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં સામેલ થયા બાદ મહાસચિવે આ મુદ્દાઓને ઉઠાવ્યા અને ચીનને સલાહ આપી. આના સંદર્ભે તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.