પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ઈદના પ્રસંગે કોલક્ત્તામાં એક કાર્યક્રમમાં લોકોને ઈદની મુબારકબાદ આપતા તમામ સમુદાયોમાં ભાઈચારો તથા એકતાની વાત કરી હતી. મમતા બનર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ત્યાગનું નામ છે હિંદુ, ઈમાનનું નામ મુસ્લિમ, પ્રેમનું નામ ખ્રિસ્તી, શીખોનું નામ છે બલિદાન, આ છે આપણું પ્યારું હિંદસ્તાન તેની રક્ષા આપણે લોકો કરીશું.
તે વખતે મમતા બેનર્જીએ એક નવું સૂત્ર આપતા કહ્યુ હતુ કે જો હમસે ટકરાયેગા, વો ચૂર-ચૂર હો જાયેગા.
જો કે ફિલ્મ અભિનેત્રી અને રાજકીય મામલાઓ પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારી કોઈના મિત્રાએ મમતા બેનર્જીના આવા નિવેદન સામે થોડીક નારાજગી વ્યક્ત કરી છે.
કોઈના મિત્રાએ મમતા બેનર્જીના નિવેદન પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે. કોઈના મિત્રાએ લખ્યું છે કે ત્યાગ માઈ ફૂટ, ત્યાગ અને બલિદાન નહી કરે હિંદુ અને શીખ. તમે ઈમાનના નામે ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કરો, દેશ તેમનો (ઘૂસણખોરોનો)નથી.
પોતાના ટ્વિટની સાથે કોઈના મિત્રાએ મમતા બેનર્જીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ, ટીએમસી, બંગાળ ભાજપ અને બાબુલ સુપ્રિયોને પણ ટેગ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે કોઈના મિત્રા ઘણીવાર સોશયલ મીડિયા દ્વારા મમતા બેનર્જી અને ટીએમસીને નિશાને લઈ ચુકી છે. ગત 23 મેના રોજ જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી. પરિણામ સામે આવ્યા બાદ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે તમામ વિજેતાઓને અભિનંદન, પરંતુ તમામ હારેલા નેતા નકામા નથી. આપણે તેમની સમીક્ષા કરવી પડશે અને તેના પછી આપણે પોતાના વિચારોની પરસ્પર આપ-લે કરવી પડશે.
મમતા બેનર્જીના એ ટ્વિટ પર કોઈના મિત્રાએ પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે મમતા બેનર્જીના ચહેરા પર લોકશાહીનો જોરદાર તમાચો પડયો છે. તમારા દિવસો પુરા થઈ ચુક્યા છે. ખૂનની હોળી હવે બહુ થઈ ગઈ.
આ પહેલા પણ ઘણીવાર કોઈના મિત્રા ટીએમસીને નિશાને લઈ ચુકી છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે કોલકત્તાના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ પોતાના ટેકેદારોને કહ્યું હતું કે ડરવાની જરૂરત નથી. મુદઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ. મમતા બેનર્જીએ કહ્યું છે કે ઘણીવાર જ્યારે સૂરજ ઉગે છે, તો તેના કિરણો ઘણાં તેજ હોય છે. પરંતુ બાદમાં તે કમજોર પડી જાય છે. માટે ગભરાવ નહીં, જેટલી ઝડપથી તેઓ ઈવીએમ પર કબજો કરશે, તેટલી જ ઝડપથી તેઓ ભાગશે.
પશ્ચિમ બંગાળમાં હાલના દિવસોમાં રાજકીય રસ્સાકશીનો તબક્કો ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42 બેઠકોમાંથી 18 પર જીત મેળવ્યા બાદ ભાજપનો હોંસલો બુલંદ છે. તો ટીએમસી પણ પોતાની હારની સમીક્ષામાં લાગેલી છે.